તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરમાં વર્ષ 2020માં કોરોના મહામારીના આક્રમણને કારણે લૉકડાઉન અને કરફ્યુની પરિસ્થિતિમાં ચિન્મય મિશન અમદાવાદની એકૅડમી ઑફ કલ્ચર ઍન્ડ આર્ટ્સ દ્વારા “ગીતા ચેન્ટિંગ ઇઝ એન્ચાન્ટિંગ” હેઠળ સંપૂર્ણ ગીતાપારાયણ ઑનલાઇન શરૂ કરવામાં આવ્યું હતું. 324 દિવસના આ અતૂટ ગીતા પારાયણની 11મી ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ થઈ હતી. તે અવસરે 12મી ફેબ્રુઆરીએ સંસ્થાના પરમધામ મંદિર ખાતે વિશેષ ગીતા હવનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગીતાના 18 અધ્યાયના 700 શ્લોક બોલીને આહૂતિ અપાશે
ગીતાના 18 અધ્યાયનાં 18 પારાયણ પૂરાં થયાં તેને તપ કહી શકાય અને એ તપ ગીતા હવન દ્વારા જગદ્ગુરુ શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવશે. મોટા ભાગે 108 જપની માળા સાથે હવન કરવામાં આવે છે પણ આ હવનની વિશેષતા એ છે કે તેમાં ગીતાના અઢારેય અધ્યાયના કુલ 700 શ્લોકોને એક પછી એક બોલીને “સ્વાહા ઇદંનમમ” સાથે આહુતિ આપવામાં આવશે. ગીતા હવન ભાગ્યે જ થાય છે કારણ કે તેમાં સમય પણ ઘણો લાગે છે. બ્રહ્મચારિણી અનુપમા ચૈતન્યના માર્ગદર્શન હેઠળ યોજાનારો આ હવન સવારે 6.30 વાગ્યે શરૂ થશે અને લગભગ 4 કલાક ચાલશે.
અતૂટ પારાયણમાં વિદેશથી લોકો જોડાયાં હતાં
ખાસ વાત એ છે કે આ અતૂટ પારાયણમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કેનેડા, ઓમાન જેવા દેશોમાંથી પણ લોકો જોડાયા હતા. જેમણે જીવનમાં કદી ગીતાનો શ્લોક બોલ્યો નહોતો તેવા લોકો પણ આ પારાયણ પછી સુંદર પઠન કરી શકે છે. તેમનો અનુભવ છે કે કોરોનાકાળમાં દિવસની શરૂઆત ગીતાપારાયણથી કરવાથી અનોખી ઊર્જાનો સંચાર થતો હતો અને હતાશામાંથી બહાર આવવામાં પણ ખૂબ મદદ મળી હતી. સૌ આ હવનમાં જોડાવાનો લાભ લઈ શકે તે હેતુથી સીએમ અમદાવાદ ફેસબુક પેજ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.