રાહત / GEBના માર્ચ-એપ્રિલના વીજ બિલો 15 મે સુધી ભરી શકાશે, પેનલ્ટી નહીં લેવાય 

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

  • કોરોનાની પ્રવર્તમાન  લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના વીજ વપરાશકારો માટે રાહત રૂપ મહત્વનો નિર્ણય 
  • નાના-મોટા ઉદ્યોગો વેપારી એકમોને જીઇબીના એપ્રિલના વીજ બિલમાં ફીકસ ચાર્જ નહી લેવાય, વપરાશનું જ બિલ લેવાશે 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 09:37 PM IST
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. વીજ બિલ ભરવામાં 15 મે સુધીની મુદત તમામ વીજ બીલો માટે અને વપરાશ પૂરતું જ બિલની રકમની બાબત પણ તમામ માટે લાગુ પડશે. 
વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકોને પણ રાહત    
હાલની લોકડાઉનની પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના દુકાનધારકો જેમને જીઇબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ ચાર્જી લેવામાં આવશે નહિ, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી