ઈન્ટરનેશનલ વુમન્સ ડે:​​​​​​​અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા સ્ત્રીઓ માટે 7થી 12 માર્ચ નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન?

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
GCS હોસ્પિટલની ફાઈલ તસવીર - Divya Bhaskar
GCS હોસ્પિટલની ફાઈલ તસવીર
  • ગર્ભાશય, કેન્સર, લોહીની કમી, કમજોરી સહિતની હેલ્થ સમસ્યાઓની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે

શહેરમાં જીસીએસ હોસ્પિટલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી તકલીફો માટે 7 થી 12 માર્ચ સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ અને માર્ગદર્શનનો લાભ મળશે. તદુપરાંત, સોનોગ્રાફી, મેમોગ્રાફી (સ્તન કેન્સરની તપાસ માટે), પેપ સ્મીયર ટેસ્ટ (ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે) અને અન્ય બેઝિક ટેસ્ટ્સ-રિપોર્ટ્સ પણ નિઃશુલ્ક કરવામાં આવશે.

મહિલાઓને લગતી તમામ સમસ્યાઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન અપાશે
કેમ્પમાં સ્ત્રીને લગતી તકલીફો, ગર્ભાશયના રોગ, ગર્ભાશયની ગાંઠ, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, વંધ્યત્વ, પ્રસુતિ-સબંધી તકલીફ, સ્ત્રીઓમાં જોવા મળતા કેન્સરની તપાસ - પેપ સ્મિઅર અને સર્વાઈકલ તપાસ, શરીરની કમજોરી, લોહીની કમી, નસબંધીનું ઓપરેશન (ગર્ભાશયની નળીઓ બાંધીને), માસિકને લઈને સમસ્ચાઓ, રજોનિવૃતિ (મેનોપોઝ), દૂરબીનથી ઓપરેશન, પોલિસીસ્ટિક ઓવેરિયન ડીસીઝ, તરૂણીઓની હેલ્થ સમસ્યાઓ અને અન્ય સ્ત્રીરોગોને લગતી તમામ તકલીફોની સારવાર, માટે નિઃશુલ્ક માર્ગદર્શન મેળવી શકે છે.

ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે
​​​​​​​
જીસીએસ હોસ્પિટલમાં ‘આયુષ્માન ભારત' યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળી શકશે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 079 6604 8171 / 9979849537 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...