પસંદગી સમિતિમાં સ્થાન:GCAના રણજી ટ્રોફી કેપ્ટન પથિક પટેલની BCCIની જુનિયર સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિમણૂંક

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
BCCIની જુનિયર સિલેક્શન કમિટીના સભ્ય બનેલા પથિક પટેલ - Divya Bhaskar
BCCIની જુનિયર સિલેક્શન કમિટીના સભ્ય બનેલા પથિક પટેલ

ગુજરાત ક્રિકેટ એસોસિએશન(GCA)ના રણજી ટ્રોફી કેપ્ટન પથિક પટેલની BCCI(ધ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ની જુનિયર સિલેક્શન કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.

પથિક પટેલ ગુજરાત ટીમમાંથી રણજી ટ્રોફીની 32 મેચો રમી ચૂક્યા છે. તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સિલેકશન કમિટીમાં 8 વર્ષ સુધી ચેરમેન પણ રહ્યા હતા. BCCIના જુનિયર સિલેક્શન કમિટીના સભ્ય તરીકે નિયુક્તિ થવા બદલ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારોએ પથિક પટેલને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...