તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હલાકી:કોરોનાકાળના 1 વર્ષમાં 1 હજાર લોકોને રેકીથી ડિસ્ટન્સ હિલિંગ આપ્યું, લોકો માટે જોબ છોડી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશેષ | કોર્પોરેટ કંપનીના સિનિયર મેનેજરની નોકરી છોડી , રહીશ લોકોને સાજા કરવાનું કામ કરે છે

કોરોનાકાળમાં લોકોને પ્રાણશક્તિનો ઉપયોગ કરીને ડર દૂર કરવા માટે કામ કરનાર વ્યક્તિ એટલે પ્રવીણ પટેલ. લોકોને હિલિંગ થકી સારા કરવા માટે સિનિયર મેનેજર તરીકેની જોબ છોડી અને છેલ્લા 30 વર્ષથી રેકી શિક્ષા કેન્દ્રના માધ્યમથી સેવા આપે છે. આ ઉપરાંત શહેરની ફાસ્ટ લાઈફમાં જીવતાં લોકોને ‘ચલો ગાંવ કી ઔર’ અંતર્ગત વર્ષમાં કેટલાક દિવસો ગામડાંઓમાં પસાર કરવાની વાત કરે છે. અત્યાર સુધીમાં ત્રીસેક હજાર લોકોને તેમણે પ્રાણશક્તિનો ઉપયોગ કરીને હિલ કર્યા છે.

લોકડાઉનમાં પ્રેમ,શાંતિ અને એકતાનો પ્રયાસ
લોકડાઉન જે દિવસે લાગૂ કરાયું તે દિવસે લાઈટ સર્કલ મેડિટેશન પ્રોસેસથી પ્રેમ, શાંતિ અને એકતા માટેનો પ્રયાસ શરૂ થયો હતો. આ વિશ્વ શાંતિ માટે હતું. કોરોનાકાળમાં શરૂઆતમાં લોકો ખૂબ ડરેલા હતાં. તેમણે શું કરવું તેની પણ સમજ નહોતી. આ સ્થિતીમાં સેલ્ફ હિલિંગે મહત્વનો ભાગ ભજવ્યો. સામાન્ય રીતે ડોક્ટર ક્યોર કરે જ્યારે વ્યક્તિએ એનર્જીથી હિલ થવાનું હોય છે. આ માટે પ્રણશક્તિનો ઉપયોગ કરીને જ્યાં તકલીફ હોય ત્યાં ફ્રેશ એનર્જીને વહેવડાવવાની હોય છે. - પ્રવિણ પટેલ, ફાઉન્ડર રેકી શિક્ષા કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો