ઈન્ટિરિયર ડિઝાઈનર સાથે છેતરપિંડી:યુવતીને લગ્નની લાલચ આપી ગઠિયાએ 47 લાખ પડાવી લીધા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડેટિંગ એપ પર પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી, હોટલમાં આઈડી ચેક કરતા ભાંડો ફૂટ્યો

સોશિયલ મીડિયામાં તબીબ તરીકેની ઓળખ આપી રામોલની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી સાથે રૂ.47 લાખની ઠગાઇ કરતાં રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ન્યૂ મણિનગર રહેતી 32 વર્ષીય યુવતી વસ્ત્રાપુરમાં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ છે. યુવતીને 25 મે 2021માં ડેટિંગ એપથી અર્જુન મોટવાણીનો સંપર્ક થતાં અર્જુને પોતે કાર્ડિયોલોજી સર્જન હોવાનું અને મુંબઇની લીલાવતી તેમજ બ્રીચકેન્ડી હોસ્પિટલ અને એપોલો હોસ્પિટલમાં ફરજ બજાવતો હોવાનુ કહ્યું હતું. મિત્રતા થયા બાદ તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.થોડા દિવસ બાદ અર્જુને યુવતીને દિલ્હી બોલાવી હતી, ત્યાં એરપોર્ટ પર યુવતી પાસેથી 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.

ત્યાર બાદ ફરી એક વખત અર્જુને યુવતીને ફોન કરીને કહ્યું કે હું હાલ વિદેશમાં છું અને કહ્યું કે શ્રીનગર અને ચેન્નાઈમાં ઘરડાઘર માટે પૈસાની જરૂર હોવાનું કહી 30.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ વધુ જરૂર હોવાનું કહી વધુ 17 લાખ પડાવ્યા હતા. આ અંગે યુવતીને શંકા જતાં તેણે હોટલમાં આપેલા આઈડી પ્રૂફ ચેક કરતા તેનું નામ વરુણ રામપાલ શર્મા અને દિલ્હીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...