તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gates Of Jalaraam Temple In Virpur Will Open For Devotees, Your National Convener Kejriwal Will Come To Gujarat, Many People Can Join You

મોર્નિંગ બ્રીફ:ભક્તો માટે વીરપુરમાં જલારામ મંદિરના દ્વાર ખુલશે, આપના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલ ગુજરાત આવશે, અનેક લોકો આપમાં જોડાઈ શકે

3 મહિનો પહેલા

નમસ્કાર!
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અમદાવાદમાં કાર્યાલયનું ઉદ્ધાટન કરશે. ગોંડલમાં મુલાકાતીઓ માટે રાજવી પરિવારનું મ્યુઝિયમ ખુલશે, પ્રવાસીઓ વિન્ટેજ અને એન્ટિક કાર કલેકશન નિહાળી શકશે... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 3 ઘટના પર રહેશે નજર
1) આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવશે, અમદાવાદમાં કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.
2) ભક્તો માટે વીરપુરમાં જલારામ મંદિરના દ્વાર ખુલશે, સવાર-સાંજ આરતીમાં પ્રવેશ પર પ્રતિબંધ
3) ગોંડલમાં મુલાકાતીઓ માટે રાજવી પરિવારનું મ્યુઝિયમ ખુલશે, પ્રવાસીઓ વિન્ટેજ અને એન્ટિક કાર કલેકશન નિહાળી શકશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વીટ, હવે ગુજરાત બદલાશે, આવતીકાલે હું આવું છું, અમદાવાદમાં અનેક લોકો આપમાં જોડાઈ શકે

11મી જૂને લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા કાગવડના ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પાટીદારના આગેવાનોની બેઠક મળવાની હોવાની જાહેરાત થતા જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો હતો. તેમાં પણ 12મી જૂને કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી અને દિલ્હી અને અન્ય રાજયોમાં આમ આદમી પાર્ટીએ કરેલી કામગીરીના વખાણ કરતા નવા રાજકીય સમીકરણોના એંધાણ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) યુવતીએ છેલ્લે બોયફ્રેન્ડને ફોન કરીને કહ્યું હતું કે, 'મેરી પરમિશન કે બગેર કિસીને છુઆ, રેપ કિયા, મેરે બહોત સારે સપને અભી ભી હે'
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ આત્મહત્યાના બનાવમાં યુવતીએ છેલ્લે બોયફ્રેન્ડ સાથે વાતચીત કરી હતી. જેમાં યુવતીએ તેના બોય ફ્રેન્ડને કહ્યું હતું કે, 'બહોત જોર સે હાથ મરોડા ઓફ ફિર કી જબરદસ્તી ફિર....મુજે પેઇન અભી ભી હો રહા હે. ફિર રેપ કિયા, મેરી પરમીશન કે બગેર કિસીને છુઆ, મેરે બહોત સારે સપને અભી ભી હે'
વાંચો સમાચાર વિગતવાર

3) સુરતમાં એક જ પરિવારના 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં, ભારે કુતૂહલ ફેલાયું
સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે.
વાંચો સમાચાર વિગતવાર

4) દેવ હોસ્પિટલના ડોક્ટર અને વકીલ મહંતના અનુયાયી, મોત થતાં આશ્રમ દોડી ગયા'તા, કેમ પોલીસને સહયોગ આપતા નથી?
રાજકોટ નજીક કાગદડી ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસના આપઘાતનું રહસ્ય દિવસ ને દિવસે ઘેરું બનતું જાય છે. પોલીસ માટે પણ હવે આ મુદ્દો કોયડો બની ગયો છે. જો સમગ્ર ઘટનામાં એડવોકેટ રક્ષિત કલોલા તથા દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત નિર્દોષ છે તો હજુ સુધી પોલીસ તપાસમાં કેમ સહયોગ નથી આપી રહ્યા? પોલીસ સમક્ષ નિવેદન માટે કેમ હાજર નથી થતા? એવા સવાલો ઊઠ્યા છે. આ બન્ને આશ્રમના અનુયાયી હોવાથી મહંતનું મોત થતાં દોડી ગયા હતા એવી પણ ચર્ચા ઊઠી છે, પરંતુ ત્યાર બાદ પોલીસ તપાસથી કેમ ભાગી રહ્યા છે? એ મુદ્દો પણ તપાસને લઇ ચર્ચાસ્પદ બન્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યના 5 મહાનગર અને 31 જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નહીં, 1 મહાનગર-4 જિલ્લામાં શૂન્ય કેસ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે. જેને પગલે નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેની સાથે સાથે દૈનિક મૃત્યુ પણ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 455 નવા કેસ અને 6 દર્દીના મોત થયા છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં 2 અને સુરત શહેર, વડોદરા શહેર, સાબરકાંઠા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1ના મોત થયા છે. આમ હવે 5 મહાનગર અને 31 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. તેમજ સતત ત્રીજા દિવસે 500થી ઓછા કેસ નોંધાયા છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...