તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ પર્સન:ગેસ શરૂ થતા જ ચાની કિટલી પર ભડકો થયો અને સગડી ઉછળતા અમદાવાદના શ્યામ શિખર ટાવરની 20 દુકાનો ભસ્મીભૂત, કિટલી વાળો-ગ્રાહકો જીવ બચાવવા ભાગ્યા

અમદાવાદ4 મહિનો પહેલા

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગતાં 20 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગની સમગ્ર ઘટનાને નજરે જોનાર કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ એવા બાબુભાઇ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આખા કોમ્પ્લેક્સમાં અમે બે સિક્યુરિટી ગાર્ડ હતા. કોમ્પ્લેકસમાં પહેલા માળે આવેલી જવેલર્સની દુકાનની બહાર તેઓ બેઠા હતા. નીચેના ભાગે આવેલા શિવમ પાન પાર્લર એક માત્ર દુકાન સવારે 6 વાગ્યે ખુલી હતી. સાડા છ કે પોણા સાત વાગ્યાની આસપાસ પાન પાર્લરની આગળ આવેલી ચાની કીટલી વાળાએ કીટલી ચાલુ કરી હતી. અચાનક જ ગેસ શરૂ કરતાં જ મોટો ભડકો થયો હતો અને આખી સગડી ઉછળી હતી.

કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલે દિવ્યભાસ્કર સમક્ષ ઘટના વર્ણવી
કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલે દિવ્યભાસ્કર સમક્ષ ઘટના વર્ણવી

આ પણ વાંચો- બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી

બેનરમાં જ્વાળા અડી જતાં આગે દુકાનોને ઝપેટમાં લીધી
સિક્યુરિટી ગાર્ડે આગળ જણાવ્યું કે, આગનો ભડકો થતા જ કિટલીવાળો જીવ બચાવવા ભાગ્યો હતો અને એટલો તીવ્ર ભડકો થયો હતો કે ઉપર લાગેલા બેનરમાં જ્વાળા અડી જતાં આગ લાગી હતી. બેનરને આગ લાગતા જ અમે નીચે દોડ્યા હતા. પાન પાર્લરવાળા અને બે ત્રણ ગ્રાહકો હતા એ પણ ભાગ્યા હતા. જોત જોતામાં આગ વધવા લાગી હતી. આગ લાગ્યાની ઘટના અંગે મેં મારા શેઠને ફોન કર્યો હતો અને તેઓ દોડી આવ્યા હતા અને લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી દીધી હતી. આગ વિકરાળ બની હતી અને પહેલા અને નીચેના માળે બધે જ આગ પ્રસરી ગઈ હતી.

ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી
ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી

હોર્ડિંગ્સ અને એસીને કારણે આગ વધુ પ્રસરી
‘ત્યાર બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા ત્યારબાદ ફાયરબ્રિગેડ અને પોલીસ આવી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કાબુમાં લીધી હતી. ચાની કીટલી પર ગેસમાં ભડકો થતા જ આગ લાગી હતી. બેનર, હોર્ડિંગ્સ અને એસી આગના લપેટમાં આવી જતાં બધે જ આગ પ્રસરી ગઈ હતી’

20 જેટલી દુકાનોના માલિકોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો
20 જેટલી દુકાનોના માલિકોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો

પહેલા માળની ઉપરની છત ગમે ત્યારે તૂટી શકે
શ્યામશિખર કોમ્પ્લેક્સમાં આવેલી 20 જેટલી દુકાનોના માલિકોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કોમ્પ્લેક્સમાં પહેલા માળે મોટા ભાગે મોબાઈલની દુકાનો હતી. કેટલીક દુકાનોમાં છેક અંદર સુધી આગ ન જતાં તેમનો માલસામાન બચી ગયો હતો. પરંતુ સમગ્ર દુકાનો બળી ગઈ છે. દુકાનોના માલિકોએ પોતાની દુકાનમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પહેલા માળની ઉપરની છત પણ તૂટવાની હાલતમાં થઈ ગઈ છે.

શું છે ઘટના
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર ટાવર 6 ડિસેમ્બરની સવારે આગ લાગી હતી. ત્યાર બાદ ઘટનાની જાણતા ફાયર વિભાગની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ગણતરીની મિનિટોમાં જ આગને કાબુમાં લઈ લીધી છે. આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બજાર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી. કોમ્પ્લેક્ષની આસપાસના મોટા મોટા સાઈન બોર્ડના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો