તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:બાગ-બગીચાઓ, જિમ અને ધાર્મિક સ્થળો ખૂલશે, અરવલ્લીના માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યૂ કરવા ગયેલા યુવકને કરન્ટ લાગતાં મોત

અમદાવાદ13 દિવસ પહેલા

નમસ્કાર!

પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારી સહિતના મુદ્દે ગુજરાત કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો કરશે. રાજ્યમાં આજથી મફત અનાજ વિતરણ કરવામાં આવશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,300.47+358.83
ડોલરરૂ.73.06+0.08
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ50,400-100

આ 3 ઘટના પર રહેશે નજર
1) રાજ્યમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જિમ ખૂલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટિંગ શરૂ થશે.
2) પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારી સહિતના મુદ્દે ગુજરાત કોંગ્રેસ રાજ્યવ્યાપી દેખાવો કરશે.
3) રાજ્યના 71 લાખ પરિવારને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસ્ક્યૂ કરવા ગયેલા યુવકને કરન્ટ લાગતાં મોત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
અરવલ્લી જિલ્લાના માલપુર ગામના બજારમાં આજે બપોરના સાડાવાર વાગ્યાના અરસામાં વીજળીના થાંભલામાં ફસાઈને તરફડિયાં મારતા કબૂતરનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાન વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

2) કાગદડી આશ્રમના બે ટ્રસ્ટીએ મહંતને મરવા મજબૂર કર્યા, બે મહિલા સાથેના બાપુના 6 આપત્તિજનક વીડિયો! એક સેવા આપતી, પ્રેમસંબંધ કે હનીટ્રેપ?
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું 1 જૂને રહસ્યમય મોત નીપજ્યું હતું, જેનો પોલીસે ભેદ ઉકેલ્યો છે.મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ સામે પોલીસે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પણ ચર્ચા ઊઠી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ, શેરીમાં નદીના પૂરની માફક પાણી વહેતાં ટ્રેકટર સહિતના વાહનો તણાયાં
અમરેલી જિલ્લામાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં ચરખડિયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સીઝનમાં પ્રથમવાર નદીમાં પૂર આવતાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. તો આંબરડી ગામની બજારમાં નદીની માફક ઘોડાપૂરનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

4) ગાંધીનગરના વેપારીના આપઘાતમાં ઘટસ્ફોટ, પ્રેમિકા 1 કરોડનું વિદેશી પાર્સલ છોડાવવા રૂપિયાની માગતી, 18 લાખ ખંખેર્યા હતા
ગાંધીનગરના ન્યૂ વાવોલમાં રહેતા શાકભાજીના વેપારી યુવાનના આપઘાત પ્રકરણમાં સેકટર 7 પોલીસ મથકમાં પ્રેમિકા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે પ્રેમિકાએ વિદેશથી આવેલું એક કરોડની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ તેમજ લિકવિડ કેસ ભરેલું પાર્સલ છોડાવવા માટે યુવાનને બ્લેકમેઈલ કરીને રૂ.18 લાખ જેટલી રકમ ખંખેરી લીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજ્યના 4 જિલ્લામાં કોરોનાના શૂન્ય તેમજ 3 શહેર અને 15 જિલ્લામાં 10થી ઓછા કેસ, 11નાં મોત
રાજ્યમાં સતત બીજા દિવસે એકેય જિલ્લા કે શહેરમાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા નથી. તો ડાંગ સહિત 4 જિલ્લામાં શૂન્ય કેસ રહ્યા છે અને ગાંધીનગર સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 15 જિલ્લામાં 10થી ઓછા કેસ નોંધાયા છે. આમ કુલ મળીને રાજ્યમાં 544 નવા કેસ નોંધાયા છે તેમજ 11 દર્દીનાં મોત થયાં છે. જ્યારે 1 હજાર 505 દર્દી સાજા થયા છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 97.23 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...