અમદાવાદના સમાચાર:રિવરફ્રન્ટના ગાર્ડન અને અટલબ્રિજ રાતે 11 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે, મટનની દુકાનોના સીલ તોડનાર સામે પોલીસ ફરિયાદ થશે

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત તમામ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ રાતના 11 વાગ્યા કલાક સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના અમલીકરણના ભાગ સ્વરૂપે તારીખ આઆવતીકાલથી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ આવેલ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, રિવરફ્રન્ટ ઉસ્માનપુરા પાર્ક, રિવરફ્રન્ટ બી.જે. પાર્ક, રિવરફ્રન્ટ સુભાષ બ્રિજ પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક અને અટલ બ્રિજની ટિકિટ મુલાકાતીઓને 10 વાગ્યા સુધી મળશે.

તમામ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ રાતના 11 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવેલા રિવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્ક તેના નિયત સમય મુજબ એટલે કે સવારના 7થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તદુપરાંત મુલાકાતીઓએ પાકર્સ એન્ડ ગાર્ડન્સ પ્રવેશ મેળવ્યા બાદ જરૂરી નિયમોનું પાલન કરવાનું રહેશે.

ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનો સામે તવાઈ
આજે મળેલી હેલ્થ કમિટીમાં શહેરમાં આવેલી ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી. તેમ છતાં પણ ગેરકાયદેસર રીતે બહાર અથવા તો દુકાનનું સીલ તોડી અને વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદને લઈ અને ચર્ચા થઈ હતી. શહેરમાં જ્યાં જ્યાં પણ આવી રીતે દુકાનો સીલ કરવામાં આવી છે અથવા ગેરકાયદેસર વેચાણ થાય છે, ત્યારે જે દુકાનદાર દ્વારા સીલ તોડી અને ફરીથી વેચાણ શરૂ કર્યું હોય તેની સામે પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ 72 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે.

લારી સ્ટોલ - બરફની ફેક્ટરીઓમાંથી સેમ્પલ
ઉનાળાની સિઝનની શરૂઆત થઈ છે ત્યારે શહેરમાં ઠેર ઠેર શિકંજી, જ્યુસ, શેરડીના રસનું વેચાણ કરતા હોય તેવા લારી સ્ટોલ અને બરફની ફેક્ટરીઓમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે દરેક ઝોનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બરફની ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં ફરસારણની દુકાનોમાં તેલમાં તળેલી વસ્તુઓનું વેચાણ થાય છે, ત્યાં તેલની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે સંદર્ભે સ્થળ પર જ ચેકિંગ કરવામાં આવ્યું છે અને તેમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જે નિયમ મુજબ 25થી ઓછું મળી આવે છે.

અન્ય સમાચારો પણ છે...