નવરાત્રી:શેરી-સોસાયટી સાથે રિસોર્ટ અને કોર્પોરેટ્સમાં ગરબાની તૈયારી શરૂ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેલૈયાઓને સોસાયટી અને રિસોર્ટમાંથી ઇન્ક્વાયરી શરૂ થઇ ગઇ છે

400 લોકો સાથે ડીજે અને ઓર્કેસ્ટ્રાના પ્રોગ્રામને અનુમતિ મળતા જ ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાન્સ ક્લાસમાં ગરબા શીખવાની વાત હોય કે કોસ્ચ્યુમ તૈયાર કરવાની વાત હોય, ખેલૈયાઓ આ વર્ષે ગરબા રમવા માટે તમામ તૈયારી કરી રહ્યા છે. સાથે જ ઓર્ગેનાઇઝરે પણ રિસોર્ટમાં વન ડે પિકનિકની સાથે સાથે સોસાયટીમાં ગરબાનું આયોજન કરવાનું નક્કી કરી લીધુ છે.

અર્બન ચોક અને રિસોર્ટમાં વન ડે પિકનિક સાથે ગરબા યોજીશું
અર્બન ચોક અને એક રિસોર્ટમાં ગરબા યોજીશું. રિસોર્ટમાં વન ડે પિકનિક સાથે ગરબાનું સેલિબ્રેશન કરવામાં આવશે. ઉપરાંત સોસાયટી અને ફાર્મ હાઉસની પણ ઇન્કવાયરી છે. > ડીજે નિહાર, ઓર્ગેનાઈઝર

મોટા આયોજન નહીં આ વર્ષે કોર્પોરેટ ગરબા માટેની ઇન્કવાયરી વધુ છે
મોટા પાયે ગરબાનું આયોજન શક્ય નથી તેથી આ વર્ષે વર્ચ્યુઅલ ગરબા કરીશું સાથે જ આ વખતે કોર્પોરેટ સેક્ટરમાં ગરબાની ઇન્કવાયરી વધુ છે. > હિમાંશુ શાહ, SOI,ઓર્ગેનાઈઝર

​​​​​​​ફિટ રહેવા અને ફ્રેશ રહેવા લોકો ગરબા ક્લાસ જોઇન કરી રહ્યા છે
ફ્રેશ અને ફિટ રહેવા માટે લોકો ક્લાસ જોઇન કરી રહ્યા છે પણ ગરબાનું મોટા પાયે આયોજન થવાનું ના હોવાથી પહેલાની સરખામણીએ આ સંખ્યા 50 ટકા સુધી ઓછી છે. > ઈરફાન, ડાન્સ એકેડમી

સોસાયટીમાં ગ્રૂપ પર્ફોર્મન્સ માટે ઇન્કવાયરી, તૈયારી શરૂ કરી છે
આ વર્ષે ગ્રૂપ પર્ફોર્મન્સ માટે સોસાયટીમાંથી ઇન્કવાયરી છે. એટલે ગરબા તો રમવાના છે જેના માટે ચણિયાચોળી મોડિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. > ચેતન દવે, ડાન્સ એકેડમી

ઇન્ડિયન માર્કેટ કરતા ઈન્ટરનેશનલ માર્કેટમાં આ વર્ષે 15 ટકા ડિમાન્ડ વધી
​​​​​​​નવા કોસ્ચ્યુમ બનાવવાની ડિમાન્ડ અહિંયા ઓછી છે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી છે. લોકો ચણિયાચોળી સાથે એક્સેસરીઝ પણ બુક કરાવે છે. અત્યાર સુધીમાં 20થી 25 ઓર્ડર આવી ચુક્યા છે. > રાધિકા મારફતિયા

​​​​​​​ગાઇડલાઇન સાથે ગરબાનું આયોજન કરીશું, ક્લાસ પણ શરૂ થઇ ગયા છે
કોરોના ગાઇડલાઇન સાથે આ વર્ષે ગરબાનું આયોજન કરીશું જેના માટે સોસાયટીમાં ગરબા ક્લાસિસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગાઇડલાઇન સાથે ગરબા થશે. > અનિતા મહેતા,પારિજાત એનક્લેવ

અન્ય સમાચારો પણ છે...