અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ ડો. દેવાંશુ પંડિત આ મામલે જણાવે છે કે,‘ એસજી હાઈવે પરના ખોડિયાર કેન્ટેનર ઓવરબ્રિજના એક ભાગની નીચે પડેલું બોગદું એટલું મોટું છે કે એક બાજુનો રોજ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. બ્રિજની ડિઝાઇનમાં ફોલ્ટ હોવાના ચાન્સ ઓછા છે. બ્રિજની નીચે કોઈ ડ્રેનેજ લાઇન અથવા વરસાદી પાણીની પાઇપનું લિકેજ હોવાની શક્યતા વધારે છે, કારણ કે બ્રિજની નીચેની માટીનું ધોવાણ અંદરની બાજુ થયેલું છે. આ સાથે જ પેનલ પણ અંદરની બાજુ પડેલી છે. શક્યતા છે કે, જૂના સમયની ડ્રેનેજ પાણીની કોઈ પાઇપલાઇન રોડ ક્રોસ કરતી હોય અને બ્રિજને બનાવતી વખતે આ પાઇપ નજરઅંદાજ કરાઈ હોય અથવા કન્સ્ટ્રક્શન દરમિયાન આ પાઇપને નુકસાન થયું હોય. આમાંથી પાણી પસાર થયું હોય ત્યારે તેણે નીચેની માટીને પાઇપમાં ખેંચી લીધી હોય તેવું પણ બની શકે છે, કારણ કે આ નવો બ્રિજ છે અને બ્રિજ માટે પહેલું ચોમાસુ છે. આથી જમીનની અંદર પાણીની પાઇપ તૂટી હોવાની શક્યતા વધારે છે.’
એકબાજુનો રોડ બંધ કરાયો
સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખોરજ-જમિયતપુરા પાસે વર્ષ પહેલાં જ બ્રિજની દીવાલમાં ગાબડું પડી ગયું હતું, પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં આ ગાબડા પર પડદો લગાવી દેવાયો હતો. ગાબડું પડવાને કારણેે બ્રિજ પર ગાંધીનગરથી અમદાવાદ તરફનો એકબાજુનો રોડ બંધ કરી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.