અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કુલની દિવાલની બહારની બાજુએ દેવી દેવતાની તકતીઓ લગાવવામાં આવી હતી. જેને હટાવવા માટે બજરંગ દળ દ્વારા સ્કૂલને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કર્યાના 2 દીવસ બાદ પણ સ્કુલે દેવી દેવતાની તકતીઓ નહીં હટાવતા બજરંગ દળે દેવી દેવતાની તકતીઓ હટાવીને સ્કુલના સંચાલક મનન ચોક્સીના ફોટા લગાવી દીધા હતાં.
બજરંગ દળે તકતીઓ અને ફોટાઓ હટાવવાની ઝૂંબેશ શરૂ કરી
બજરંગ દળના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે રસ્તાની સાઈડમાં દિવાલ પર લોકો પેશાબ કરતાં હોય છે અથવા તો થૂંકતાં હોય છે. જેથી અનેક ફ્લેટ, બંગલા, ઓફિસોની દિવાલો પર દેવી દેવતાના ફોટા કે તકતીઓ લગાવી દેવામાં આવે છે. આમ કરવા છતાંય કેટલાક લોકો ત્યાં થૂંકે છે અને પેશાબ પણ કરે છે. જેથી ધાર્મિક લાગણી દુભાય છે. બજરંગ દળે આ પ્રકારની તકતીઓ અને ફોટાઓ હટાવવાની ઝૂંબેશ શરૂ કરી છે.
બજરંગ દળે સ્કૂલ સંચાલકના ફોટો ચોંટાડ્યા
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કુલની દીવાલ પર પણ દેવી દેવતાની તકતીઓ લગાવવામાં આવી હતી. જેને હટાવવા બજરંગ દળ દ્વારા સ્કૂલને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ સ્કુલ દ્વારા દેવી દેવતાની આવી તકતીઓ નહીં હટાવાતા બજરંગ દળે જાતે જ તેને હટાવીને ઉદગમ સ્કુલના સંચાલક માનન ચોક્સીના ફોટા લગાવીને પાઠ ભણાવ્યો છે.
ફોટા નહીં હટાવતા લોકોની લાગણી દુભાય તેમ હતું
આ અંગે બજરંગ દળના નેતા જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે અમે દિવાલો પર લગાવેલા ભગવાનના ફોટા હટાવવા માટે સ્કૂલને રજૂઆત કરી હતી. ત્યારે સ્કુલે ફોટા હટાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમ છતાં અમે 2 દિવસ રાહ જોઈ હતી. 2 દિવસ બાદ પણ ફોટા નહીં હટાવતા લોકોની લાગણી દુભાય તેમ હતું. જેથી અમે સ્કુલની બહારથી ફોટા હટાવીને સંચાલકના જ ફોટા લગાવ્યા છે.
આ અંગે સ્કુલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમે પાંચ વર્ષ પહેલાં ગણપતિની તકતીઓ લગાવી હતી. અમારા ત્યાં રેગ્યુલર સાફ સફાઈ થતી હોય છે. જેથી અમે તેને હટાવી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.