તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેંગરેપ કેસ:સૌરાષ્ટ્રની યુવતીને નોકરીને લાલચ આપી અમદાવાદ બોલાવી દુષ્કર્મ આચરનાર વધુ એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરોપી જૈમિન પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી - Divya Bhaskar
આરોપી જૈમિન પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
 • યુવતીએ 3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાઈ હતી
 • 5 આરોપીએ યુવતીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

અમદાવાદ: સૌરાષ્ટ્રની યુવતીએ 3 નવેમ્બર 2020ના રોજ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીને નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ દારૂ તેમજ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. 5 નરાધમોએ યુવતીને અમદાવાદ, આબુ, માંડવી, તેમજ ગાંધીધામ સહિત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જ્યાર બાદ પોલીસે 2 આરોપીઓની ટ્રાન્સફર વોરન્ટ આધારે ધરપકડ કરી લીધી હતી. જ્યારે આજે વધુ એક આરોપી જૈમિન પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, સૌરાષ્ટ્રની યુવતીએ નોકરી માટે ઑનલાઈન અરજી આપી હતી. જ્યાર બાદ તેને અમદાવાદ બોલાવવામાં આવી હતી. જ્યાં એક હોટલમાં તેની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જ્યાં પ્રજ્ઞેશ પટેલ, જિતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જૈમિન પટેલ અને નીલમ પટેલ નામના લોકો તેની પાસે આવ્યા હતા. આ શખ્સોએ નશીલા પદાર્થ, દારૂ અને એમડી ડ્રગ્સ આપી વારંવાર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીના નગ્ન ફોટા પાડી તેને અવાર-નવાર બ્લેકમેલ કરતા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આરોપીઓ યુવતીને કહ્યુ હતું કે, તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે તેમ કહી યુવતીને અલગ અલગ હોટેલ અને ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં યુવતીને કારમાં બેસાડી પોતાની સાથે લઈ ગયા અને કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું. કોઈને પણ કહેવા પર જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પીડિતાએ હિમ્મત કરીને અમદાવાદ વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળવા પર પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આજે વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પણ પકડી પાડવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો