તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંદખેડા ગેંગરેપ:હોટલમાં સગીરાને મિત્ર સાથે વારાફરતી પીંખી, પોલીસથી બચવા આરોપી શૈલેષ ભરવાડે માથાના વાળ નાના કરાવી દાઢી કાઢી દીધી

અમદાવાદ20 દિવસ પહેલા
ગેંગરેપના બે આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યા
  • શહેરની સગીરાને અડાલજની હોટલમાં લઈ જઈ બે શખસે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો
  • 10 જુલાઈએ ગેંગ રેપ બાદ પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝૂંડાલ સર્કલથી ઝડપી પાડ્યા
  • હોટલ મહારાજામાં છોકરી સગીર વયની હતી તો આઈડી પ્રૂફ ચેક કરીને પ્રવેશ આપ્યો કે કેમ તેની પોલીસ તપાસ શરૂ

અમદાવાદના જગતપુર વિસ્તારમાં રહેતી સગીરાનું મિત્રોએ કારમાં અપહરણ કરી અડાલજની એક હોટલમાં લઈ ગેંગરેપ કર્યો હતો. ચાંદખેડા પોલીસે ઘાટલોડિયાના શૈલેષ ભરવાડ, જગતપુરના વિજય ભરવાડ અને મકરબાના વિજય ભરવાડ નામના 3 યુવકોની ધરપકડ કરી છે. તેમાં શૈલેષ ભરવાડે પોલીસથી બચવા માટે માથાના વાળ કપાવીને નાના કરાવ્યા હતા અને દાઢી પણ કઢાવી નાખી હતી.

સમગ્ર બનાવ શું હતો
ઘાટલોડિયાના શૈલેષ ભરવાડ અને જગતપુરના વિજય ભરવાડને સગીરા સાથે મિત્રતા હતી. બંને તેને કારમાં બેસાડી હોટલમાં લઈ ગયા હતા. આરોપીઓ સગીરાને ઘરે ઉતારી ગાડીમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે મદદગારી કરનાર વિજય ભરવાડ સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરી વધી પૂછપરછ શરૂ કરી છે. હોટલ મહારાજામાં સગીર વયની છોકરી હતી તો આઈડી પ્રૂફ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આરોપીઓ સગીરાને કારમાં અડાલજની હોટલ લઈ ગયા હતા
આરોપીઓ સગીરાને કારમાં અડાલજની હોટલ લઈ ગયા હતા

હોટલમાં સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો
ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, 15 વર્ષની સગીરા જગતપુરમાં પરિવાર સાથે રહે છે. ઘાટલોડિયામાં રહેતા શૈલેષ ભરવાડ નામના યુવક અને મકરબામાં જ રહેતા વિજય ભરવાડના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેષે ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેષ અને વિજય સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતે આવેલી મહારાજા હોટલના રૂમમાં લઈ ગયા હતા. બંને મિત્રોએ વારાફરતી સગીરા પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે સગીરાના ગુપ્તાંગમાંથી લોહી નીકળ્યું હતું અને તે બેભાન થઈ ગઈ હતી.

ચાંદખેડા પોલીસે ઝૂંડાલ સર્કલ પાસે બે મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા હતા
ચાંદખેડા પોલીસે ઝૂંડાલ સર્કલ પાસે બે મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યા હતા

પોલીસે બાતમીના આધારે ઝૂંડાલ ટોલટેક્સ ખાતે ત્રણેયને ઝડપ્યા
શૈલેષ, વિજયએ જગતપુર ક્રોસિંગ પાસે રહેતા વિજય ભરવાડને બોલાવ્યો હતો. ત્રણેય તેને કારમાં નાખીને ઘરે ઉતારી ગયા હતા. જ્યાંથી સગીરાએ પોતાની સાથે થયેલી હકીકત જણાવતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ અને પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસે ત્રણેય શખસની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસ બાદ ચાંદખેડા પોલીસે બાતમીના આધારે રિંગ રોડ પર ઝૂંડાલ ટોલ ટેક્સ પાસેથી ત્રણેય આરોપીઓને ગાડીમાં ઝડપી લીધા હતા. આરોપી શૈલેષ ઘટના બાદ ઘરે એક જોડી કપડાં લઈ બહાર જવાનું કહી ગાડી લઈ ફરાર થઇ ગયો હતો. ત્રણેય ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ રોકાયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...