આત્મહત્યા:સાબરમતી જેલમાં ગેંગરેપના આરોપીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું, આ કેસમાં બહાર નહીં આવી શકું પરિવારની માફી માંગુ છું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક જૈમિન પટેલ - Divya Bhaskar
મૃતક જૈમિન પટેલ
  • રાજકોટની યુવતીને નોકરીની લાલચ આપીને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું.

રાજકોટની યુવતીને અમદાવાદમાં નોકરીની લાલચ આપી પાંચ યુવકોએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. MD ડ્રગ્સનો નશો કરી અને પિસ્તોલના નોક પર આરોપીઓએ ચાલુ કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. કોલડ્રીંક્સમાં દારૂ મેળવી યુવતીને બેહોશ કરી બે આરોપીએ ગેંગ રેપ કર્યો બાદમાં વીડિયો અને ફોટો ઉતારી લીધા હતા. સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને હોટેલોમાં યુવતીને લઈ જઈ આરોપીઓ અનેકવાર ગેંગરેપ કરી ચૂક્યા હતા. આ કેસમાં જેલમાં બંધ જૈમિન પટેલ નામના કેદીએ સાબરમતી જેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

કેદીએ મરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી
આપઘાત કરનાર કેદીએ મરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે હવે હું આ કેસમાં બહાર નહીં આવી શકું, હું મારા પરિવારની માફી માંગું છું. આ બનાવ અંગે રાણિપ પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેતા જૈમિન પટેલે આજે વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ફાંસો ખાધેલી લાશ મળતાં જ જેલના અધિકારીઓ દોડી આવ્યા હતાં.

લાશ મળી આવતા રાણિપ પોલીસ જેલ ખાતે દોડી ગઈ
જૈમિન પટેલ સેન્ટ્રલ જેલની 200 નંબરની ખોલીમાં કાચા કામના આરોપી તરીકે રહેતો હતો. તેની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રાણિપ પોલીસ જેલ ખાતે દોડી ગઈ હતી. જૈમિને મરતાં પહેલાં અંતિમ ચીઠ્ઠી લખી હતી. ચીઠ્ઠીમાં તેણે લખ્યું હતું કે, આ કેસમાં હું બહાર નહીં આવી શકું, મારા પરિવારની માફી માંગું છું. જૈમિન સહિતના આરોપીઓ સામે મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધાયેલી છે. આ કેસમાં વર્ષ 2020માં બિલ્ડર સહિત ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં હતાં. આ કેસમાં પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ ,જીગ્નેશ ગોસ્વામી, જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો
રાજકોટના 40 ફૂટ મેઈન રોડ પરની સોસાયટીમાં રહેતી યુવતીને ઇસનપુરના માલદેવ ભરવાડે સ્નેપચેટ એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. કોર્પોરેટ જોબ અપાવવાની લાલચ આપી અને બન્ને વચ્ચે નંબરની આપલે થઈ હતી. તે પછી માલદેવએ લોગાર્ડન રેડીશન બ્લુના કેફેમાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્રપુરી સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. બન્નેએ યુવતીને આબુમાં અમારા મિત્રે કોર્પોરેટ ઇવેન્ટ ગોઠવી છે, ત્યાં તારું કામ થઈ જશે તેમ કહી આબુ લઈ ગયા હતા.

તે પછી પ્રજ્ઞેશે મારો મિત્ર ઉદેપુરમાં મળશે તેમ કહી રેડીશન બ્લુ હોટેલમાં લઈ ગયા હતા. જ્યા બન્ને આરોપીઓએ યુવતીને ઠંડા પીણામાં દારૂ મિલાવી પીવડાવી દીધો અને બેહોશ કરી હતી. ત્યારબાદ પ્રજ્ઞેશ અને જીતેન્દ્રએ યુવતી પર ગેંગ રેપ કર્યો જેના ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. યુવતી સવારે ઉઠી ત્યારે બન્ને આરોપીને અને પોતાને નગ્ન હાલતમાં જોઈ ચોકી હતી. યુવતીએ વકીલની સલાહ લઈ પોલીસમાં અરજી કરતા મહિલા પશ્ચિમ પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.