તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અમદાવાદ અને રાજસ્થાનમાંથી 21 બુલેટની ચોરી કરનારી ગેંગ પકડાઈ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્રાઇમ બ્રાંચે 4 આરોપી સહિત 13.55 લાખના 11 બુલેટ જપ્ત કર્યાં

અમદાવાદ, ગાંધીનગર તેમજ રાજસ્થાનમાંથી બુલેટની જ ચોરી કરતી રાજસ્થાનની બુલેટ ગેંગના 4 સભ્યોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. ચારેય પાસેથી પોલીસે 13.55 લાખની કિંમતના 11 બુલેટ કબજે કર્યા છે. જોકે ચારેય આરોપીઓએ છેલ્લા 1 જ વર્ષમાં 21 બુલેટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

બુલેટ ચોર ગેંગ વિશે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે હનુમંતસિંહ ઉર્ફે હનુમંત ઉર્ફે હની ચૌહાણ(22), દિનેશસિંહ ચૌહાણ(19), રાહુલ લુંબસિંગ ચૌહાણ(20) અને લક્ષ્મણકુમાર કુમાવત (28)(રાજસ્થાન )ને ઝડપી લીધા હતા. ચારેય આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 13.55 લાખની કિંમતના 11 બુલેટ કબજે કર્યા હતા.

પૂછપરછમાં ચારેય આરોપીઓએ એલિસબ્રિજ, ચાંદખેડા, શાહીબાગ, નરોડા, સાબરમતી, ગાંધીનગર તેમજ રાજસ્થાનમાંથી છેલ્લા 1 જ વર્ષમાં 21 બુલેટની ચોરી કરી હતી.

આરોપીઓ બુલેટનું સ્ટિયરિંગ લોક તોડીને ડાયરેક્ટ વાયરિંગ કનેક્ટ કરીને બુલેટ ચોરી જતા હતા. પકડાયેલા આરોપી પૈકી હનુમંતસિંહ અને રાહુલ અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો