ચોર ગેંગ ઝડપાઈ:અમદાવાદમાં રાત્રે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી ગેંગ ઝડપાઈ, એક અઠવાડિયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસના હાથે ચડેલી તસ્કર ટોળકી - Divya Bhaskar
પોલીસના હાથે ચડેલી તસ્કર ટોળકી
  • તસ્કર ગેંગનો એક સભ્ય રીક્ષાચાલક, ચોરી પહેલા રેકી કરતો, પોલીસ કે અન્ય કોઈ આવે તો ગેંગને ભગાડતો
  • તસ્કર ગેંગ અગાઉ ચોરીના 18 ગુનાને અંજામ આપી ચૂકી છે

રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી એક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આરોપીએ એક જ અઠવાડીયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલને પણ કબ્જે કર્યો છે. જોકે આરોપી ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચતા હતા. તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ગેંગ અંધારાનો ફાયદો ઉઠાવી ચોરી કરતી
અમદાવાદ ઝોન 7 LCB દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીએ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિજ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો.

પોલીસે તસ્કર ગેંગ પાસેથી ચોરી કરવાનો સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે તસ્કર ગેંગ પાસેથી ચોરી કરવાનો સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

18 ગુનાને અંજામ આપ્યો હતો
ચોરીના ગુનામાં ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચૂકી હોવીનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીની ગેંગમાં એક રીક્ષા ડ્રાઈવર હતો. જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો જેથી પોલીસ કે કોઈ અન્ય લોકો આવે તો ભાગી જવામાં મદદ કરતો હતો.

તમામ આરોપી દારૂનો નશો કરે છે અને જુગાર રમે છે
મહત્વનું છે કે તમામ આરોપી દારૂ- જુગાર અને નશાની ટેવવાળા છે. માટે નશાનો શોખ પૂરો કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આરોપી પાસેથી પોલીસે ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે પણ કર્યો છે. સાથે જ અન્ય મુદ્દામાલ ક્યાં અને કોને વેચ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.