તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:શહેરમાં ઇકો કારના સાયલેન્સરમાંથી માટી ચોરી કરતી ગેંગ ઝડપાઇ, 3 આરોપીની ધરપકડ કરી; 50 ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • આરોપીઓ સાયલેન્સરમાંથી માટી કાઢી દિલ્હીમાં ઉંચા ભાવે વેચતા હતા

શહેરમાં ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઇકો કારના સાયલેન્સરમાં આવતી માટીની ચોરી કરવા માટે આ ગેંગ સાયલેન્સર ચોરી કરતા હતા અને ક્યારેક નવી તો ક્યારેક જૂની મોડસ ઓપરેન્ડી પણ અપનાવતા હતા. આ ચોરેલી માટી દિલ્હીમાં વેચી દેતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે સાયલેન્સરો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે પકડ્યાં
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. પોલીસે આ ગેંગની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી શાબિર ચૌહાણ, દાણીલીમડાના દાનીસ ખાન પઠાણ અને સાણંદના સરફરાજ શેખની ધરપકડ કરી છે.

ભાડે ઇકો લઈ જઈ ચોરી કરતા
આ આરોપીઓ રોડ પરથી ઇકો કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશ ખાન પઠાણના ઘરે લઈ જતા હતા. જ્યાં તેઓ ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ઇકો કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી માટી ચોરી કરીને સાઇલેન્સર ફરી ફીટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થયું છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા.

50 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો
ક્યારેક ગોડાઉન કે સોસાયટીઓમાં પાર્ક કરેલ ઇકો કારનું સાયલેન્સર કાઢીને પણ ચોરી કરી લેતા હતા. આરોપીઓ ઇકો કારનાં સાયલેન્સરમાંથી ચોરી કરેલ માટી દિલ્હીમાં ઊંચા ભાવે વહેંચતા હતા. પોલીસે આ ગેંગની ધરપકડ કરીને લગભગ 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો