ચોર ગેંગની ધરપકડ:અમદાવાદમાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ પકડાઈ, પોલીસે 2.79 લાખના 13 સાયલેન્સર કબજે કર્યાં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સાયલેન્સર ચોરી થયાની ફરિયાદ વધી રહી હતી જે મામલે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે અનેક સીસીટીવી ફૂટરજ તપાસીને ચોરીના સાયલેન્સર સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે.જોકે હજુ 2 આરોપી ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

170 સીસીટીવી ફૂટેજ તપાસતા 3 શંકાસ્પદ ઈસમો મળ્યા
રામોલ પોલીસે સાયલેન્સર ચોરી મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે 170 સીસીટીવી ફૂટેજ તપાસતા 3 શંકાસ્પદ ઈસમો તપાસમાં જોવા મળ્યા હતા.જે બાદ પોલીસે વધુ તપાસ કરતા બાતમી મળી હતી કે આરોપીઓ બાબા ડુપ્લેક્ષ ટાઇલ્સની દુકાનમાં ચોરી કરીને ઇક્કો ગાડીના સાયલેન્સર લાવી માટી કાઢીને સાયલેન્સર સગેવગે કરવાની ફિરાકમાં છે.પોલીસે રેડ કરતા મોહમંદ સરફરાઝ રાજપૂત,મુજ્જફર પઠાણ મોહમંદ શરીફનવાઝ અંસારીને 11 સાયલેન્સર સાથે ઝડપી પાડ્યા હતા.

કુલ 2.78 લાખના સાયલેન્સ કબ્જે કર્યા
આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચોરી કરેલા 2 સાયલેન્સર તેના મિત્ર શાહીબ રાજપૂતને વેચ્યા હતા તથા માટી નવેદઅહેમદ પઠાણને વેચી હતી.જે મામલે તપાસ કરીને અન્ય 2 આરોપીઓને પણ ઝડપ્યા હતા.આમ કુલ 2.78 લાખના સાયલેન્સ કબ્જે કર્યા હતા.જોકે હજુ યુસુફ અને સાદિક નામના 2 આરોપી ફરાર છે જેની શોધખોળ હાથ ધરી છે.5 આરોપીઓને પકડીને 13 ગુનાનો રામોલ પોલીસે ભેદ ઉકેલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...