નિશાને સિનિયર સિટિઝન:અમદાવાદમાં માનતા અને અંધશ્રદ્ધાના નામે વૃદ્ધોને ટાર્ગેટ કરી ગેંગ સક્રિય, ખોખરામાં વૃદ્ધાના દાગીના લઈ ફરાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 100ની નોટમાં વૃદ્ધાએ પડીકુંવાળી રાખેલા રૂ. 30 હજારની કિંમતના ઘરેણાં અજાણ્યા શખ્સોને આપ્યા હતા
  • ખોખરા પોલીસે વૃદ્ધાની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી

શહેરમાં વૃદ્ધોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ છે. ગેંગ દ્વારા માનતા અને અંધશ્રદ્ધાના નામે સિનિયર સિટિઝનને છેતરવામાં આવી રહ્યા છે. રાણીપ બાદ બાઇક પર આવેલા શખ્સોએ ખોખરામાં વૃદ્ધાને 100 રૂપિયાની નોટમાં દાગીના મુકવાનું કહી છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મંદિરના ઓટલે સફેદ કોથળીમાં પડીકું મૂકાવી બંને શખ્સ જતા રહ્યા
ખોખરામાં રહેતા કુંવરબહેન કરવણીયા (ઉ.વ.80) ઘર પાસે આવેલા મંદિરે પૂજા કરવા ગયા હતા. તેઓ દર્શન કરતા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. એક શખ્સએ કુંવરબહેનને રૂપિયા આપ્યા અને ભગવાનને ચઢાવવા કહ્યું હતું. ગઠિયાઓએ માનતા છે તેમ કહી 100ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું. કુંવરબહેને 100ની નોટમાં 30 હજારની મત્તાના દાગીના મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મંદિરના ઓટલે મૂક્યું હતું.

વૃદ્ધાએ બૂમો પાડી છતાં બંને ન પકડાયા
ગઠિયાઓએ કહ્યું હતું કે, અડધો કલાક બાદ દાગીના કાઢીને પહેરી લેજો. અને બાદમાં બંને શખ્સ ત્યાંથી નીકળી ગયા હતા. તેઓને શંકા જતા કુંવર બહેને તપાસ કરી તો પડીકું ગાયબ હતું. બૂમાબૂમ કરી પણ બને ફરાર થઈ ગયા હતા. ખોખરા પોલીસને જાણ કરતા અજાણ્યાં શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.઼

અન્ય સમાચારો પણ છે...