નિકોલ CEDની ટૉક:ગણેશજી મેનેજમેન્ટ ગુરુ તો ચાણક્ય આફતને અવસરમાં ફેરવવાની કળામાં માહેર હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગણપતિ આપણાં એવરગ્રીન મેનેજમેન્ટ ગુરુ છે. આપણે તેમને વિનાયક તરીકે ઓળખીએ છીએ એટલે કે ભક્તોની કે કર્મચારીઓની મુશ્કેલીઓનું નિરાકરણ કરનાર. જ્યારે ચાણક્યના પાઠમાંથી આપણને આફતને અવસરમાં કેવી રીતે ફેરવી શકાય તે શીખવા મળે છે. આ શબ્દો છે સીએ સિદ્ધાર્થ ભટ્ટના. નિકોલ કેળવણી ધામ ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED)ના ઉપક્રમે યોજાયેલી ટૉકમાં તેમણે ગણેશજી અને ચાણક્ય વિશે વાત કરી હતી.

આ રીતે સમજો ગણેશજી અને ચાણક્યનો મેનેજમેન્ટ ફંડા

  • ગણેશજી પોતાની આવડતથી મા-બાપની પ્રદક્ષિણા કરી તેમ આજની ગળાકાપ સ્પર્ધામાં વિજેતા બનવા સ્ટ્રેટજી બનાવી કામ કરવા અંગે શીખ આપે છે. એવી જ રીતે ચાણક્યએ પણ રણનીતિ બનાવી ચંદ્રગુપ્તને રાજા બનાવ્યો હતો.
  • દૂંદાળા દેવની નાની આંખો દરેક વસ્તુ પર બારીકાઈથી નજર રાખવાનું સૂચવે છે. જ્યારે ચાણક્ય આપણને આફતને અવસરમાં ફેરવવાનું શીખવે છે. તો ગણેશજીનાં મોટા કાન દરેક વાતને ધ્યાનથી સાંભળવાનું સૂચવે છે.
અન્ય સમાચારો પણ છે...