આયોજન:ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુરમાં ગાંધીવંદના યોજાઇ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વભરમાં વસતા 11 લાખથી વધુ ભાવિકોએ આ સ્વરાંજલિ કાર્યક્ર્મને ઈન્ટરનેટ પર જીવંત માણ્યો

આઝાદી કા અમૃત મહોત્સવ, મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતી તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્થિત શાંતાબેન મનુભાઈ શેઠ ઑડીટોરિયમ ખાતે ગાંધી વંદનાનું પ્રેરક આયોજન થયું હતું. આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહૂતિ-બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ કમિશ્રનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ આયોજિત તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સંયોજિત રાજ્યકક્ષાના આ વિશેષ કાર્યક્ર્મનું આયોજન કરાયું હતું. રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો પણ સહયોગ રહ્યો હતો.

પિનાકી મેઘાણી ઉપરાંત બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલિતનારાયણ સિંઘ સંદુ (આઈએએસ), પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા (આઈપીએસ), નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી સીમાબેન ગાંધી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, સભ્યો નરેન્દ્રભાઈ દવે, પ્રકાશભાઈ સોની, વામનભાઈ સોલંકી, રાજુભાઈ શાહ, રાણપુર પી.એસ.આઈ. જી. ડી. કાલિયા, તબીબો ડો. ધરાબેન ત્રિવેદી, ડો. જયદીપભાઈ પંચાળા, બાર એસોસિયેશનના પ્રમુખ જગદીશભાઈ દલવાડી, ઉપપ્રમુખ ગનુભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ પીતામ્બરભાઈ સોનાગરા, શિક્ષણ જગતમાંથી એન. એમ. ગોપાણી ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...