તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી પોલીસ ઉંઘતી ઝડપાઈ:અમદાવાદના નરોડામાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર વિજિલન્સની ટીમે રેડ પાડી, 8 આરોપીઓ સહિત 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જુગારધામમાંથી પકડાયેલા આરોપીઓની તસવીર - Divya Bhaskar
જુગારધામમાંથી પકડાયેલા આરોપીઓની તસવીર
  • અગાઉ વિજિલન્સની ટીમે દરિયાપુરમાં જુગારધામ પર રેડ પાડ્યા બાદ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા

શહેરમાં ફરી વખત જુગાર ધમધમી રહ્યો છે અને અગાઉની જેમ સ્થાનિક પોલીસ, શહેરની એજન્સીઓ ઉંઘતી ઝડપાઇ છે. નરોડા વિસ્તારમાં ગાંધીનગરની વિજિલન્સની ટીમે રેડ કરીને જુગરધામ ઝડપ્યું છે. વિજિલન્સની ટીમે રેડ કરીને જુગારધામ સંચાલક આદિલ નઝીર ખાન પઠાણ સહિત 8 આરોપી પાસેથી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગાંધીનગરની વિજિલન્સ ટીમે અમદાવાદમાં જુગારધામ ઝડપ્યું
અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા દરિયાપુર વિસ્તારમાં જુગારધામ પર ગાંધીનગરથી આવીને વિજિલન્સની ટીમે રેડ કરી હતી. આખા રાજ્યના સૌથી મોટા જુગારધામ પર રેડ થતા પોલીસ અને જુગરધામની કડીઓ મળી હતી. ત્યાર બાદ નિષ્ફળ રહેલી સ્થાનિક પોલીસના માણસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આખી પીસીબી સ્ક્વોડ વિખેરી નાખવામાં આવી હતી. ત્યારે હવે અમદાવાદની એક એજન્સીના પીઆઈ શહેરમાં વ્યવસ્થા કરવા ગોઠવાઈ ગયા છે. જેમણે હાલ ફૂલ સ્પીડમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.

નરોડામાં જુગારધામ ચાલતું હતું તે જગ્યાની તસવીર
નરોડામાં જુગારધામ ચાલતું હતું તે જગ્યાની તસવીર

તમામ 8 આરોપીઓ

  1. આદિલ નાઝીરખાન પઠાણ(મુખ્ય સૂત્રધાર)
  2. રસિક ગાંડાભાઈ વાઘેલાદિલીપ ચમનભાઈ વાળા
  3. પિન્ટુ ગણેશભાઈ શાહ
  4. ગણેશભાઈ ચંપકલાલ શાહ
  5. વિજય કનુભાઈ પટેલ
  6. હિરેન ખેમાભાઈ પટેલ
  7. પંચાલ પ્રવીણ મંગળદાસ
  8. ઈમરાન નઝીરખાન પઠાણ (વોન્ટેડ)