તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનર કિલિંગ!:ગાંધીનગરનાં પ્રેમીપંખીડાં ભાગીને અમદાવાદ આવ્યાં, સગીરાના પરિવારે યુવકનું અપહરણ કરી ફાગવેલ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેનાલમાં ફેંકાયેલા અપહૃત યુવાન જિજ્ઞેશસિંહની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કેનાલમાં ફેંકાયેલા અપહૃત યુવાન જિજ્ઞેશસિંહની ફાઈલ તસવીર.
  • યુવકની ભાળ મેળવવા માટે કેનાલમાં રોડ બેથી અઢી કિમી સુધી તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ
  • કૃષ્ણનગર પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી
  • લોકડાઉનની શરૂઆત દરમિયાન યુવક અને સગીરા એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં

ગાંધીનગરના વલાદ ગામની સગીર વયની યુવતી અને કૃષ્ણનગરના એક યુવક વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જોકે સગીરાના પરિવારને આ સબંધની જાણ થતા તેમણે અમદાવાદમાં બાઈક પર ફરતા પ્રેમીપંખીડાને પકડી પાડયા હતા અને યુવતીના પરિવારજનોએ યુવકનંુ અપહરણ કરી તેને કેનાલમાં ફેંકી દીધો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે સગીરાના માતા-પિતા, કાકા અને પિતરાઈ ભાઈ મળી કુલ ચાર વ્યકિતઓની ધરપકડ કરી છે.

વેલેન્ટાઈન ડે પ્રેમીઓ માટે અવસર હોય છે, જીવનમાં દરેક વ્યકિતને પ્રેમ થાય છે એ વાત અલગ છે કે ઘણા ઓછા લોકો પ્રેમમાં પડયા પછી લગ્ન સુધી પહોંચી શકતા હોય છે. આવી જ રીતે ગાંધીનગર જિલ્લાના વલાદ ગામની એક સગીર વયની યુવતીને કૃષ્ણનગરના એક યુવક સાથે પ્રેમ થતા બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. જોકે સગીરાના પરિવારને આ પ્રેમસબંધની જાણ થતા તેમણે અમદાવાદના કૃષ્ણનગરમાં બાઈક પર ફરતા પ્રેમીપંખીડાને પકડી પાડયા હતા અને ગુસ્સે ભરાયેલા યુવતીના પરિવારજનો યુવકનું અપહરણ કર્યું હતું અને તેને માર મારીને નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.

ગાંધીનગર જિલ્લાના ગામની સગીર વયની યુવતી સાથે કૃષ્ણનગરના યુવક જિજ્ઞેશસિંહને પ્રેમસંબંધ બંધાયો હતો. પરંતુ આ વાતની જાણ સગીરાના પરિવારજનોને થતા તેમણે સગીરા પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. દરમિયાન તાજેતરમાં પરિવારજનોને માહિતી મળી હતી કે સગીરા યુવકની સાથે અમદાવાદના કૃષ્ણનગરમાં છે. જેના પગલે સગીરાના પરિવારજનોએ એક કાર અને બાઈક લઈને બંનેની શોધખોળમાં શરૂ કરી હતી.દરમિયાન એક જગ્યાએ બંનેને બાઈક પર જતા જોઈ જતા તેમનો પીછો કરી પકડી પાડયા હતા. ત્યારબાદ પરિવારજનોએ જિજ્ઞેશસિંહનું કારમાં અપહરણ કરી ફાગવેલ લઈ ગયા હતાં, જયા તેને નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. આ તરફ બાઈક લઈને નીકળેલો જિજ્ઞેશસિંહ ઘરે ન પહોચતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જોકે કોઈ પત્તો ન મ‌ળતા અંતે તેમણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ શરૂ કરતા તેમને જિજ્ઞેશસિંહને વલાદની સગીરા સાથે પ્રેમસબંધ હોવાનું બહાર આવતા તેમણે સગીરાના પરિવારજનોની આકરી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડયા હતા અને તેમણે જિજ્ઞેશસિંહને ફાગવેલ પાસે નર્મદા કેનાલમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી સગીરાના કાકા દિલીપ સિંહ પરમાર, પિતા છત્રસિંહ પરમાર, પિતરાઈભાઈ અજિતસિંહ બિહોલા અને માતા વિભાબેન છત્રસિંહ પરમારની ધરપકડ કરી છે.

બીજીબાજુ પોલીસે જિજ્ઞેશસિંહને શોધવા માટે ફાયરબ્રિગેડની મદદ લઈને નર્મદા કેનાલમાં તપાસ કરી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી જિજ્ઞેશસિંહની કોઈ ભાળ મળી નહતી.

પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારવાની રાજ્યની પ્રથમ ઘટના
આ બનાવ અંગે ડીસીપી(ઝોન-4 )રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, પ્રેમ પ્રકરણમાં યુવક કે યુવતીની હત્યા કરાઈ હોય કે પછી અન્ય કોઈ રીતે નુકશાન પહોંચાડવામાં આવ્યું હોય તેવા કિસ્સાઓ ગુજરાત બહારના રાજ્યોમાં બનતા હોવાની વાતો સામે આવતી રહી છે. જોકે કદાચ આવો કિસ્સો પહેલી વખત ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ જેવા શહેરમાં બન્યો હશે કે જેમાં પ્રેમ કરનાર યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે પ્રેમી યુવકને છોકરીના ઘરના સભ્યો જ મોતના ઘાટ ઉતારી નાંખ્યો છે.

યુવકને ઉઠાવી કારમાં લઈ જવાતો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ
કૃષ્ણનગર પોલીસે સગીરાના પરિવારજનોએ પોલીસ સમક્ષ કરેલી કબુલાત બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં જયાંથી યુવકને સગીરા સાથે તેના પરિવારજનોએ પકડયા હતા ત્યાં તપાસ કરતા એક સ્થળે લાગેલા સીસીટીવીમાં યુવકનુ કારમાં અપહરણ કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલી મળી આવી હતી. યુવક અને સગીરા બાઈક પર આવે છે તેમને એક કાર સામે આવીને રોકી લે છે પછી યુવકને કારચાલક કારમાં બેસાડવાનો પ્રયાસ કરે છે. દરમિયાન એક બાઈકચાલક સામેથી આવીને યુવકને મારે છે અને તેને બળજબરીથી કારમાં બેસાડે છે પછી માર મરાય છે ત્યારબાદ સગીરાને પણ કારમાં લઈ આરોપીઓ પલાયન થઈ જાય છે.આમ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો