વિશેષ:નવી પેઢીને ટીવી અને મોબાઈલ ગેમ્સમાંથી મુક્ત કરાવવા બોર્ડ-કાર્ડ ગેમ્સ બનાવી ગાંધીજી, મંડેલા છે સુપરહીરો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાલ અને રબારીકોલોનીના યુવાનોએ બાળકોને મોબાઈલ ગેમ્સની આદત છોડાવવા સ્ટાર્ટઅપ કર્યું
  • ગુજરાત યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલમાં યુવાનોએ કરેલા સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવી

વસુધૈવ કુટુમ્બકમ બોર્ડગેમમાં ગાંધીજી અને નેલ્સન મંડેલા સહિત છ સુપરહીરો પસંદ કરીને દુનિયાની સમસ્યાઓનું સોલ્યુશન બતાવી શકાય છે. તો ધ લાઈફ નામની ગેમ્સમાં જીવનમાં વધારે પૈસા હશે તો કંઈ નહીં વળે પણ જેની પાસે રોટી, કપડાં અને મકાન સાથે બેઝિક જરૂરિયાતોથી સંતોષ હશે તે બધુ ખરીદી શકશે.

આવી જીવન ઉપયોગી બોર્ડ ગેમ્સ અને કાર્ડગેમ્સનું ડાઈસ ક્યુબ નામનું સ્ટાર્ટઅપ શહેરના યુવાનોએ શરૂ કર્યું છે. વસ્ત્રાલ અને રબારી કોલોનીના યુવાનો મિલન સરવૈયા, દિવ્યેશ સુધાણી અને સમીર સરવૈયાએ આ શરૂઆત બાળકો અને નવી પેઢી માટે કરી છે. તેમણે અઢી વર્ષની મહેનતને અંતે આ ગેમ્સના સેમ્પલ તૈયાર કર્યા છે. આ સ્ટાર્ટઅપ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલમાં પસંદગી પણ પામ્યું છે.

ઉલ્લેખનીય છે કે બાળકો ખૂબ જ નાની ઉંમરથી મોબાઇલની ખરાબ આદત પાડવા માંડ્યા છે. જેમને આ વયે પાછા વાળવા જરૂરી છે. ત્યારે આ યુવાનોએ તેમની આ ગેમ્સના સ્ટાર્ટઅપ દ્વારા સ્વદેશી અને આત્મનિર્ભર એમ બન્ને અભિગમોને ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે.

રમત બનાવવામાં સ્નાતકોનું માર્ગદર્શન
આપણાં ભારતની નવી એજ્યુકેશન પોલિસીમાં ધોરણ 1થી 5નાં બાળકોને કાર્ડ અને બોર્ડગેમ્સનું મહત્વ અને તેના દ્વારા કઈ રીતે ભણાવી શકાય તે અભિગમ પ્રાયોરિટીમાં છે. 100માંથી 90 બાળકોને મોબાઈલ ગેમ્સની લત લાગી ગઈ છે. આપણે સાપસીડી નવો વેપાર રમતાં આવ્યા છીએ. પણ 21મી સદીના ડિજિટલ યુગમાં જન્મ લેતું બાળક મોબાઈલ સ્ક્રિનની આસપાસ ફરે છે.

આ બાળકો મોબાઈલની ગેમ્સમાં જ રસ ધરાવે છે. ત્યારે આ પ્રકારના સ્ટાર્ટઅપ દ્વારા ધીમે ધીમે તેમનું મોબાઈલનું વળગણ દૂર થાય અને કાર્ડગેમ્સ તરફ વળે તે પ્રમુખ ધ્યેય છે. અમારું સ્ટાર્ટઅપ રમતોનું નિર્માણ કરતી વખતે જે તે વિષયના અનુસ્નાતકનું માર્ગદર્શન લે છે અને પછી તૈયાર કરે છે. આ રીતે તેનો અંતિમ ઉદ્દેશ્ય તો વિદ્યાર્થી જીવન કઈ રીતે સરળ બને અને સુટેવો અને કુટેવોનું ભાન થાય તે છે. મિલન સરવૈયા, સ્ટાર્ટઅપ ટીમ મેમ્બર

અન્ય સમાચારો પણ છે...