‘ગાંધી’ને ભાજપ ફળ્યો:ગાંધી કોર્પોરેશનનો 12 કરોડનો ટેક્સ બાકી છતાં કોન્ટ્રાક્ટ 1 વર્ષ લંબાવાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ કમિટીએ બારોબાર મુદત વધારી દીધી

મ્યુનિ.માં મંડપ ડેકોરેશનનો કોન્ટ્રાક્ટ ધરાવતાં ગાંધી કોર્પોરેશનના માથે ભાજપના ચાર હાથ હોય એમ લાગે છે. મ્યુનિ.ને ગાંધી કોર્પોરેશન પાસેથી ટેક્સ પાસે 12.50 કરોડ લેવાના નીકળે છે, છતાં સ્ટેન્ડિંગ કમિટીએ તેનો કોન્ટ્રાક્ટ બારોબાર એક વર્ષ માટે વધારી આપ્યો છે.

વર્ષે 361 કાર્યક્રમોના કામ અપાય છે

કાર્યક્રમઅપાતું કામ
મુખ્યમંત્રીના કાર્યક્રમ15
મિનિસ્ટર કક્ષાના કાર્યક્રમ25
ગરીબ કલ્યાણ મેળો2
કાંકરિયા કાર્નિવલ7 દિવસ
રિવરફ્રન્ટ સમર ફેસ્ટિવલ1
ફ્લાવર શો5 દિવસ
બુક ફેર7 દિવસ
ખેલ મહાકુંભ10 દિવસ
નાના કાર્યક્રમો64
લોકાર્પણ, ભુમિપૂજન250

​​​​​​મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ ગાંધી કોર્પોરેશનને જુદા જુદા કાર્યક્રમો દરમ્યાન મંડપ, ડેકોરેશન, કાર્યક્રમને અનુલક્ષીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા સહિતની કામગીરી માટે અપાયેલું ટેન્ડર 18 જુલાઇ 2022ના રોજ પૂર્ણ થાય છે ત્યારે અગાઉ 65 ટકા ઓછા ભાવે આવેલા આ ટેન્ડરને ફરીથી એક વર્ષ માટે રિન્યુ કરવા માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ બાબતે વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતુંકે, એક તરફ ગાંધી કોર્પોરેશન પાસે મ્યુનિ.ને ટેક્સ પેટે રૂ. 12.50 કરોડની રકમ લેણી નીકળે છે. ત્યારે તેને કામગીરી પણ આપવામાં આવે છે. વગર ટેન્ડરે ગાંધી કોર્પોરેશનને એક વર્ષ માટે સમયમર્યાદા વધારી આપવામાં આવે છે. મ્યુનિ. તંત્ર આ રીતે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને પુરસ્કાર આપીને શું સાબિત કરવા માગે છે.

તંત્ર પાસે શું રિ ટેન્ડર કરવાનો સમય કેમ નથી? અને રિટેન્ડર સમય કરવાનો સમય નીકળી ગયો તો તે માટે જવાબદાર અધિકારી કોણ? જેવા અનેક સવાલો તેમણે ઉઠાવ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં યોજાતા લોકાર્પણ, ભૂમિપૂજન જેવા કાર્યક્રમોમાં ગાંધી કોર્પોરેશનને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...