• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gandhi Ashram Will Be Ready With World Class Facility, Development Will Be Done By Keeping The Ashram In Its Original Condition, Know The A To Z Information Of The Development Of The Ashram

'મહાત્મા'નો મેગા પ્રોજેક્ટ:ગાંધીજીનાં મૂલ્યોને જાળવીને વર્લ્ડક્લાસ ફેસિલિટી સાથે તૈયાર થશે ગાંધી આશ્રમ, જાણો આશ્રમના નવીનીકરણનું અથથી ઈતિ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કે.કૈલાસનાથનની દેખરેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શન મુજબ આકાર પામી રહ્યો છે 'પ્રોજેક્ટ ગાંધી'
  • નવી સંસદના સેન્ટ્રલ વિસ્ટા, વારાણસી કાશીવિશ્વનાથનું નવસર્જન કરનારા બિમલ પટેલને જ પ્રોજેક્ટ ડિઝાઇન સોંપાઈ

આજે મહાત્મા ગાંધીજયંતી છે, ત્યારે અમદાવાદમાં સ્થિત ગાંધી આશ્રમ, જે વૈશ્વિક વારસાની ધરોહર છે. આ ગાંધી આશ્રમના સમગ્ર સંકુલને 55 એકર વિસ્તારમાં રિડેવલપ કરવાની રૂપરેખા પણ તૈયાર થઈ ચૂકી છે. આશરે રૂ.1200 કરોડના ખર્ચે સમગ્ર ગાંધી આશ્રમ સંકુલનો વૈશ્વિક સ્તરે વિકાસ કરાશે. પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને અદ્યતન ઓડિયો-વિઝ્યુઅલ લાઇબ્રેરી ધરાવતા આ નવવિકસિત સંકુલની કામગીરીની દેખરેખ નરેન્દ્ર મોદીની સીધી સૂચનાથી થઈ રહી છે. ગુજરાતના પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી કે. કૈલાસનાથનને આ માટેની સઘળી જવાબદારી સોંપવામાં આવી છે.

વર્લ્ડક્લાસ ફેસિલિટી સાથે આશ્રમના ડેવલપમેન્ટનો પ્લાન તૈયાર
સાબરમતી આશ્રમની વર્લ્ડકલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઈ ગયો છે. સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે અને એની સાથે આશ્રમનાં મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં 5 વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઇન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને એને કેન્દ્ર સરકારમાં ફાઇનલ મંજૂરી માટે મોકલાયો છે. કેન્દ્ર સરકારની મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.

નવી પાર્લમેન્ટના આર્કિટેક્ટ બિમલ પટેલને જ કામગીરી સોંપાઈ
ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ માટે ગુજરાતના બિમલ પટેલને જ કામગીરી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના નવા પાર્લમેન્ટ હાઉસ અને વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવના નવસર્જનની ડિઝાઇનની કામગીરી બિમલ પટેલે જ સંભાળી હતી. હવે તેઓ ગાંધી આશ્રમને પણ વૈશ્વિક રૂપરંગ આપવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગાંધી આશ્રમની આસપાસ માત્ર ને માત્ર ગાંધીજીના અનુયાયીઓ અને ગાંધીવાદીઓની સલાહ-સૂચન મુજબ જ વિકાસકાર્ય કરવામાં આવશે. ખાસ કરીને ડેવલપમેન્ટના નામે ફાઇવસ્ટાર હોટલો કે એવું કંઈ નહીં બને, જેનાથી ગાંધી આશ્રમની ગરિમાને નુકસાન થાય.

મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધી આશ્રમ ડેવલપ કરવાની વિચારણા થઈ હતી
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયથી ગાંધી આશ્રમના વિકાસ માટેની વિચારણા ચાલી રહી હતી. ખાસ કરીને વિશ્વભરના લોકો ગાંધી આશ્રમની મુલાકાતે આવે અને બાપુનો શાંતિ અને અહિંસાનો સંદેશો લઈને જાય એવી નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી. હવે અહીં 5 વર્લ્ડક્લાસ મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેથી વિશ્વભરના લોકોને ગાંધીજીના અનદેખા વારસાનો પણ અહેસાસ થાય.

પ્રોજેક્ટ માટે આઠ સભ્યની કમિટી બનાવી છે
ગાંધી આશ્રમના વિકાસ માટે 55 એકર જમીનમાં સંકુલનો પ્લાન છે. CMOના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાસનાથનની આગેવાનીમાં રાજ્ય સરકારે ગઠિત કરેલી કમિટી હાલ ગાંધી આશ્રમ આસપાસ વસવાટ કરનારા લોકો સાથે બેઠકો કરી રહી છે. આ આઠ સભ્યના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રવાસન સચિવ મમતા વર્મા, GAD સચિવ, અમદાવાદના મ્યુ. કમિશનર, કલેક્ટર, ઔડાના ચીફ ઓફિસર, ચેરિટી કમિશનર, ટૂરિઝમ કોર્પોરેશનના એમડીનો સમાવેશ થાય છે, જેમાં હાલમાં લોકોને સમજાવવાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કૈલાસનાથને સ્થાનિક સાંસદને સાથે રાખી વન ટુ વન બેઠકો શરૂ કરી છે. આશ્રમની આસપાસના રહીશોને એ જ વિસ્તારમાં નવાં આવાસો આપવાની ફોર્મ્યુલા મૂકવામાં આવી છે. એટલું જ નહીં, આશ્રમની પાછળના ભાગમાં આવાસો આપવાની ખાતરી પણ અપાઈ રહી છે.

5 મ્યુઝિયમમાં ગાંધીજીનાં વિચારો-રહેણીકરણી આધારિત ચીજો
ગાંધી આશ્રમના વિકાસ માટે ચાલી રહેલા પ્લાનિંગ મુજબ, ગાંધીજીનાં વિચારો, રહેણીકરણી સહિત તેમનાં મૂલ્યો અંગેનાં 5 મ્યુઝિયમ બનાવાશે. નરેન્દ્ર મોદીના ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરવા માટે નવી ટીપી પાડીને રોડ-રસ્તા, ગટરલાઇન માટેનો પ્લાન તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સૂચના આપવામાં આવી છે. આ માટે વાડજથી આરટીઓ સુધીના રસ્તાને કાયમી ધોરણે બંધ કરીને વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...