હાઈકોર્ટમાં સુનાવણી:ગાંધી આશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટ મામલે ફરી હાથ ધરાઈ સુનાવણી, સરકારે રજૂ કર્યું સોગંદનામું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધી આશ્રમની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગાંધી આશ્રમની ફાઈલ તસવીર
  • 'નવી પેઢી ગાંધીજીના મૂલ્યોથી અવગત થાય તે માટે ડેવલપમેન્ટ જરૂરી'-સરકાર
  • પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે
  • વધુ સુનાવણી આગામી 14મી જૂનના રોજ હાથ ધરાશે

અમદાવાદના સાબરમતી આશ્રમના પ્રસ્તાવિત રિડેવલપમેન્ટના વિરોધમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલી જાહેર હિતની અરજી અંગે ફરી એકવાર સુનવણી હાથ ધરવામાં આવી. અગાઉ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર વતી કરવામાં આવેલ નિવેદન બાદ આ અરજીનો નિકાલ કર્યો હતો. બાદમાં મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગેની સુનાવણી ફરી ગુજરાત હાઇકોર્ટ અને બંને પક્ષે સાંભળી હુકમ કરવા નિર્દેશ આપ્યા હતા.

55 એકર વિસ્તારમાં ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ
આજે હાથ ધરવામાં આવેલ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં ગાંધીજીના મૂલ્યો અને તેમનાં વારસાને મહત્તમ લોકો સુધી પહોંચાડી શકાય એ દિશામાં સરકારના છે પ્રયાસ હોવાનુ કહેવામાં આવ્યું છે. આગામી પેઢીને ગાંધીજીના મૂલ્યો અને વારસા બાબતે અવગત થાય તે માટે આશ્રમ આસપાસનું ડેવલપમેન્ટ જરૂરી છે. ગાંધી આશ્રમનો કોર એરિયા બદલાશે નહીં. ગાંધી આશ્રમ આસપાસ કુલ 55 એકર જગ્યા પર ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનું આયોજન હોવાનું જણાવ્યું છે.

અરજદારે ડ્રાફ્ટ એમેંન્ડમેન્ટનો સમય માગ્યો
રાજ્ય સરકારે ફાઈલ કરેલા સોગંદનામા અંગે ગાંધીજીના પ્રપૌત્ર તરફથી તેનો જવાબ આપવા માટે સમયની માટે માગ કરવામાં આવી છે. સાથે સાથે તેમને કરેલી અરજીમાં સુધારા વધારા એટલે કે ડ્રાફ્ટ એમેંન્ડમેન્ટ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે. આ અંગે વધુ સુનાવણી આગામી 14મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...