કોરોનાનો કહેર:ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો, કેમ્પ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
( ફાઈલ ફોટો) - Divya Bhaskar
( ફાઈલ ફોટો)
  • રાજ્યમાં સોમનાથ, દ્વારકા, માતાનો મઢ સહિતના મંદિરો 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો

ગુજરાતમાં કોરોનાના સંક્રમણને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદામાં પણ કોરોનાનું સંક્રમણ હદ વટાવી ચૂક્યું છે. ત્યારે શહેરમાં બાગ બગીચા, મોલ, શાળા-કોલેજો અને જિમ સહિતની જાહેર જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે. હવે શહેરમાં સાબરમતિ ગાંધી આશ્રમને પણ મુલાકાતીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી ગાંધી આશ્રમને બંધ કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત શહેરમાં કેમ્પ હનુમાન મંદિર પણ આવતીકાલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર પણ અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે.

નવરાત્રિમાં ભદ્રકાળી મંદિરના દ્વાર ખુલ્લા રહેશે
આવતી કાલ મંગળવારથી ચૈત્રિ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર ભક્તો માટે ચાલુ રાખવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મંદિર પ્રશાસન દ્વારા માતાજીના દર્શને આવનારા ભક્તોને ભીડ નહિ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે. આઠમના દિવસે હવન કરવા આવશે. આ ઉપરાંત નવ દિવસ સુધી અલગ અલગ સવારી સાથે માતાજીનો શૃંગાર કરવામાં આવશે. નવરાત્રીને લઈ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

કેમ્પ હનુમાન દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ
કેમ્પ હનુમાન દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં સ્થિતિ વધુ ગંભિર બની છે. સંક્રમણ વધવાથી રાજ્યમાં અનેક ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ પણ લાદી દીધો છે. બીજી બાજુ બાગ બગીચા, જિમ સહિત અનેક જાહેર જગ્યાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરને 9મી એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સોમનાથ મંદિર સહિતના મંદિરો 30 એપ્રિલ સુધી બંધ
રાજ્યમાં સોમનાથ મંદિર સહિતના મંદિરો 30 એપ્રિલ સુધી બંધ

સોમનાથ, દ્વારકા અને માતાના મઢના મંદિરો બંધ
રાજ્યમાં આવેલા અનેક મંદિરોમાં દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. દર્શન સમયે દર્શનાર્થીઓની થતી ભીડના કારણે કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુથી આ નિર્ણય લેવામા આવ્યો છે. સોમનાથ મંદિર, માતાના મઢનું આશાપુરા મંદિર,દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર, વીરપુર જલારામબાપાની જગ્યા તેમજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ માટે 30 એપ્રિલ સુધી બંધ રહેશે. તે ઉપરાંત ભાવનગરમાં બગદાણા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...