જુગાર પકડાયો ત્યાં IPSની તસવીરો:દરિયાપુરના મનપસંદ જીમખાનામાં જુગારધામ ઝડપાયું, દીવાલ પર IPS અધિકારીઓની તસવીરો લગાવાઈ હતી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મનપસંદ જીમખાનામાં IPSની તસવીર રાખી હતી - Divya Bhaskar
મનપસંદ જીમખાનામાં IPSની તસવીર રાખી હતી
  • IPS અધિકારીઓની તસવીરો રોફ જમાવવા કે દેખાડો કરવા લગાડી હોવાની શક્યતા
  • જીમખાનાના ચોથા માળે ટોચના IPS અધિકારીઓના ફોટો ફ્રેમ લગાવી રખાયા હતા

શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાનામાં ગઈકાલે મોડી રાતે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. રેડ દરમિયાન મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાયા હતા. રેડ દરમિયાન પોલીસને નજર દીવાલ પર ટીંગાળવામાં આવેલી તસવીરો પર જતાં ચોંકી ગઈ હતી. દીવાલ પર IPS અધિકારીઓની તસવીરો તેમજ જસ્ટિસની પણ તસવીર હતી. પોલીસે ડઝનથી વધારે IPS અધિકારીઓની તસવીર કેમ રાખી તેને લઈને વિચારમાં પડી ગઈ છે.

રોફ બતાવવા કે દેખાડો કરવા તસવીરો લગાવી હોવાની શક્યતા
અમદાવાદની સૌથી મોટી જુગારની રેડમાં વિજિલન્સ જે મકાનમાં ઘૂસી ત્યાં દીવાલ પર IPS અધિકારીઓની તસવીરો ટિંગાળેલી હતી. એટલું જ નહીં, અનેક ઈમાનદાર પોલીસ અધિકારીઓના યુનિફોર્મમાં આ જગ્યાએ તસવીરો હોવાથી એક સમયે પોલીસની ટીમ પણ ચોંકી ઉઠી હતી. જીમખાનામાં ચોથા માળે ટોચના IPS અધિકારીઓના ફોટો ફ્રેમ લગાવી રખાયા હતા. ગુનેગાર પોતાને મોટો દેખાડવા માટે પોતાની સાથે વગ ધરાવતા લોકોનો રોફ મારતા હોય છે. પણ ખરેખર તે બીજા પર પોતાનો રૂઆબ બતાવવા માટે આ પ્રકારે કરતા હોય છે.

ડઝનથી વધુ IPS અધિકારીઓની તસવીરો દીવાલ પર લગાવાઈ હતી
ડઝનથી વધુ IPS અધિકારીઓની તસવીરો દીવાલ પર લગાવાઈ હતી

સીસીટીવીથી મોનિટરિંગ કરીને જુગાર રમાડાતો
દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાનાની આડમાં રીતસર મિની કસીનો જેવી સ્થિતિ હતી. અહીંયા જુગાર રમવા આવતા લોકો માટે મિનરલ વોટરથી લઈને જમવાની,ચા નાસ્તા અને બીડી સિગારેટ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જીમખાનામાં જુગારના માટે તમામ વ્યવસ્થા હતી. રાઉન્ડ ટેબલ, ટોકન અને જરૂર પડે તે દરેક વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. 7 મકાનમાં ચાલતા જુગારમાં સીસીટીવી મોનિટરિંગ અને કોઈ જુગારી હારી જાય તો ઘર સુધી જવાનો ખર્ચ પણ ચૂકવવામાં આવતો હતો.

જીમખાનામાં ચોથા માળે ટોચના આઇપીએસ અધિકારીઓના ફોટો ફ્રેમ લગાવી છે
જીમખાનામાં ચોથા માળે ટોચના આઇપીએસ અધિકારીઓના ફોટો ફ્રેમ લગાવી છે

ભ્રષ્ટ પોલીસ કર્મીઓ તપાસમાં અધિકારીઓ સક્રિય થયા
બીજી તરફ જીમખાનાની સાથે ચેરીટેબલ ટ્રસ્ટ પણ ચાલતું હતું. જેમાં કોરોનાનાં સમયમાં લોકોને મદદ કરવામાં આવતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ બધાની વચ્ચે અમદાવાદની એક એજન્સીના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીની તપાસ કરવા માટે પણ હવે અન્ય અધિકારી સક્રિય થયા છે. અને તે માટે ગાંધીનગરથી સૂચના પણ આપી દેવામાં આવી હોવાની વિગત વિશ્વસનીય સૂત્રોએ જણાવી છે.

અન્ય સમાચારો પણ છે...