તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ભવિષ્યની નોકરીઓ હવે ડિગ્રી નહીં ટેકનોલોજી આધારિત હશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વના 7 ખંડનાં 13 શિક્ષણવિદોએ ગ્લોબલી ચર્ચા કરી

જીટીયુનાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન દ્વારા વિશ્વનાં 7 ખંડનાં 13 તજજ્ઞો શિક્ષણવિદોને એકમંચ પર લાવીને વિઝન-2030 : અ ફ્યુચર ઓફ ગ્લોબલ એજ્યુકેશન વિષય પર ઈ-સિમ્ફોસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સનાં એમએલએ જુલિયા ડોરોથએ જણાવ્યુ કે, "વિશ્વની તમામ યુનિવર્સિટીએ ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીનાં સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન આપવાની જરુર છે.

જે આગામી સમયમાં તેમની કોમ્યુનિકેશન સ્કિલ, ઉદ્યોગસાહસિકતા, ઉચ્ચ નૈતિકમૂલ્યો, ક્રિટીકલ થિંકિંગ અને ક્યુરિયોસિટી વિક્સાવવામાં મદદરુપ થશે. "તે ઉપરાંત યુકેની કોવેન્ટ્રી યુનિવર્સિટીનાં કુલપતિનાં અંગત મદદનીશ પ્રો. મોહમેદ લુફ્તિએ જણાવ્યું કે, "ભવિષ્યની નોકરીઓ ટેકનોલોજી આધારિત હશે, ડિગ્રી આધારિત નહીં. જેથી કરીને વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે-સાથે નવિનતમ ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતો પણ શીખવા આવશ્યક છે. "વિશ્વના 7 ખંડનાં 13 શિક્ષણવિદો દ્વારા ગ્લોબલ એજ્યુકેશન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...