તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યાનું પ્રેક્ટિકલ સોલ્યુશન:અનસેગ્રિગેટેડ વેસ્ટમાંથી ફર્નિચર, પેવર બ્લોક બનાવાયા

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પી.ડી.પી.યુ ઇન્ક્યુબેશન સેન્ટરના વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ‘ રિસાઇકલર’ : પાણીના ઉપયોગ વિના 2.5 ટન કચરો પ્રોસેસ થાય

દરેક સ્માર્ટ સિટીમાટે આજે સૌથી મોટો પ્રશ્ન કચરાની સમસ્યાના યોગ્ય નિકાલનો છે. મેટ્રો સિટિમાં ઘન કચરાના યોગ્ય સેગ્રિગેટેડ કરી તેનો નિકાલ કરવાનો છે. ત્યારે પી.ડી.પી.યુ ઇન્ક્યુબેશન સેન્ટરના બી.ઇ મેકેનિકલ સ્ટુડન્ડ આદિત્ય શુક્લાએ આ સમસ્યાનું પ્રક્ટિકલ સોલ્યુશન બનાવ્યું છે. તેમણે ઘરેલુ સેગ્રિગેટેડ પ્લાસ્ટિક સાથે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી વેસ્ટ, ફ્લાય એશનો ઉપયોગ કરી પાણી વગર આ વેસ્ટમાંથી વિવિધ પ્રકારના ફર્નિચર, રોડ પેવર બ્લોક અને મોર્ડન સ્માર્ટસિટી માટેનું બિલ્ડિંગ મટિરિયલ બનાવ્યું છે.

વર્ષના 400 ટનમાંથી 9 ટકા કચરો જ રિસાઇકલ થાય છે
જે પ્લાસ્ટિકની મોનીટરીંગ વેલ્યુ વધારે હોય તેને સરળતાથી સેગ્રિગેટ કરી શકાય છે. પરંતુ અમદાવાદ જેવાં સ્માર્ટ સિટીમાં રોજનો એક વ્યક્તિદીઠ 300 ગ્રામ અને એક ઘરમાંથી 6 કી.ગ્રા ઘન કચરો નીકળે છે. જેમાંથી 6થી 12 ટકા કચરો પ્લાસ્ટિક વેસ્ટ હોય છે. વર્ષ 2017ના પી.સી.બીના રિપોર્ટ મુજબ વર્ષનો 400 ટન કચરો નીકળે છે. જેમાંથી માત્ર 9 ટકા કચરો જ રિસાઇકલ થાય છે.

પિરાણાનો કચરાનો ડુંગર જોઇને આઇડિયા આવ્યો
હું ભણવા માટે અમદાવાદમાં આવ્યો ત્યારે અમદાવાદના પિરાણા ડમ્પિંગ સાઇટ પાસેથી રોજ જવાનું થતું તે જોઇને આ કચરાનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઉપયોગ કેમ ન કરી શકાય તેવો વિચાર આવતો હતો. 3 વર્ષના સંશોધન બાદ આ ટેક્નોલોજી બનાવી જેમાં અમે ટોટલ રોબેટિક મશીન બનાવ્યા છે. આ મટિરિયલ કોંક્રિટના રિપ્લેસમેન્ટ તરીકે યુઝ કરી શકાય છે. અને કિંમતમાં પણ ઘણું સસ્તું છે. ભવિષ્યમાં ભારતના ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મોડ્યુલર રોડ, બોર્ડર રોડ તેમજ મોડ્યુલર ફર્નિચરમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. અમે આ ટેક્નોલોજી અને પ્રોડક્ટની પેટન્ટ રજીસ્ટ્રર કરાવી છે.

1720 ટન મટિરિયલમાંથી મોડ્યુલર રોડ બનાવ્યાં
આ મટિરિયલ બનાવવા માટે કોઇ પણ કેટેગરીનો અન સેગ્રિગેટેડ મિક્સ વેસ્ટ, તેમજ ઇન્ડસ્ટ્રી ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિક્સ કરીને બનાવાયું છે. લાઇફ લોંગ સાથે વિવિધ લેબ ટેસ્ટ કરીને તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. જેમાં વધુમાં વધુ 150 ડીગ્રી ગરમી તેમજ -25 ડિગ્રી સુધી આ મટરિયલ સેફ છે. હાલમાં ટાટા હાઉસીંગ પૂને, રાજકોટ આર.એમ.સી ઓફિસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પીડીપીયુમાં 1720 ટન મટિરિયલમાંથી મોડ્યુલર રોડ બનાવ્યાં છે.-આદિત્ય શુકલા, રિસાઇકલ, ફાઉન્ડર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો