તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીયુસેકમાં ચાલી રહેલા સ્ટાર્ટઅપ સિવાયના એજ્યુકેશન અને કૌશલ્ય વિકાસ પરના સ્ટાર્ટઅપને એડીએફસી દ્વારા 50 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. જે માટે અત્યારથી જ તમે એપ્લાય કરી શકો છો. ગુજરાતમાંથી ફક્ત ગુજરાત યુનિવર્સિટી જીયુસેકની પસંદગી કરવામાં આવી છે. 9 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધીમાં ભાગ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
સ્ટાર્ટઅપને સ્ક્રીન મેન્ટર અને મોનિટર કરવા માટે ટોચના 9 ઈન્ક્યુબેટર્સ સાથે ભાગીદારી કરી છે. જેમાં આઈઆઈટી, આઈઆઈએમ, સી-કેમ્પ બેંગ્લોર વગેરે સાથે જોડાએલાનો સમાવેશ થાય છે. જુદા-જુદા ક્રાઈટએરીયાને ધ્યાનમાં રાખીને સ્ટાર્ટઅપની પસંદગી કરવામાં આવશે. જીયુસેકમાં આ પહેલા પણ સ્ટાર્ટપને લગતા પ્રોગ્રામ થતા આવ્યા છે. જીયુસેકે 250થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કર્યો છે. જેમાં 400થી વધુ પ્રોગ્રામ્સ અને ઇવેન્ટ્સમાં 2.31 લાખ વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી છે.
સ્ટાર્ટઅપમાં આ યોગ્યતા જરૂરી
આવેલા સ્ટાર્ટઅપ માર્કેટને ધ્યાનમાં રાખી યોગ્ય છે કે નહીં, સ્કિલ અને પ્રોડક્ટને વિસ્તારવાની ક્ષમતા કેટલી છે, સામાજિક રીતે કેટલું ઉપયોગી થશે, બજાર સુધીની પહોંચ વગેરે બાબતો જોવામાં આવશે. જે સ્ટાર્ટઅપ શોર્ટલિસ્ટ કરાશે તેમના સ્ટાર્ટઅપને જ્યુરી બાદ ફાયનાન્સ ટીમ દ્વારા મુકાશે.
73 સ્ટાર્ટઅપને 2.33 કરોડનું ફંડ
જીયુસેક ગુજરાતના શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને ઉદ્યોગ વિભાગના સ્ટાર્ટઅપ આસિસ્ટન્સ સ્કીમનું પણ અમલીકરણ કરે છે. જેના અંતર્ગત 73 સ્ટાર્ટઅપ ને રૂ. 2.33 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.