તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદર્શગ્રામ:અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના બડોદરા ગામે ચુસ્તપણે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાયું, ગામમાં હજુ સુધી એકેય કેસ નોંધાયો નથી

અમદાવાદ2 મહિનો પહેલા
ગામમાં કોવિડ આઈસોલેશન સેન્ટર પણ બનાવાયું છે
  • તકેદારીના ભાગરૂપે તંત્રે કોવિડ આઇસોલેશન સેન્ટર બનાવ્યું છે
  • તમામ ગ્રામજનોના સહકારથી આજે ગામ કોરોનામુક્ત ગામ છે

સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. છતાં અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના બડોદરા ગામમાં આજ દિન સુધી કોરોનાએ પ્રવેશ કર્યો નથી. આ ગામના લોકો દ્વારા તકેદારીના ભાગરૂપે સ્વૈચ્છિક લોકડાઉન રાખીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને ગ્રામજનો દ્વારા કોરોનાને તેમના ગામથી દૂર જ રાખ્યો છે. રાજ્યમાં પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ રહી છે. જેમાં એક સમયે રાજ્યના મહાનગરોની હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઈન્જેક્શન પણ ખૂટી ગયા હતા. હાલ પણ રાજ્યના અમુક શહેરોમાં આવી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે બડોદરા ગામ રાજ્યના અન્ય ગામો માટે પ્રેરણા પૂરી પાડે છે. જોકે ગામડામાં હોસ્પિટલ અને કોરોના ટેસ્ટિંગ સેન્ટરની સુવિધાઓ પણ રાજ્ય સરકાર વધારી રહી છે.

શહેરથી માત્ર બે કિમી દૂર છતાં ગ્રામજનો ગામ છોડતા નથી
દસ્ક્રોઈ તાલુકાના બડોદરા ગામમાં કોરોનાને ગામમાં આવવા દેવામાં આવ્યો નથી. અહીં કોરોનાની પ્રથમ લહેર હોય કે બીજી લહેર, આજ દિન સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગામમાં સંક્રમણ ન ફેલાય તે માટે બપોર બાદ ગામમાં સ્વૈચ્છાએ સખત લોકડાઉનનું પાલન કરવામાં કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, શહેર તરફ જવાનો રસ્તો માંડ 2 કિમી દૂર હોવા છતાં ગામના લોકો સીમા ઓળંગી ગામ બહાર જતા નથી.

કોરોનાને ગામમાં ઘૂસતા રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરાય છે
કોરોનાને ગામમાં ઘૂસતા રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરાય છે

ગામમાં તમામ લોકો હળીમળીને રહે છે
બડોદરા ગામમાં 4થી 5 હજારની વસ્તી રહે છે. તેમ છતાં, આજ દિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. અહીં ઠાકોર, મુસ્લિમ, વાલ્મિકી સમાજના તમામ લોકો હળીમળીને એકતાથી રહે છે. ગામમાં કોરોના પ્રવેશ ન મેળવે તે માટેનો પ્રયત્ન સૌ કોઈ પોતાની જવાબદારી સમજી કરી રહ્યા છે. અહીંના PHC સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ, કોરોનાની બીજી લહેર આવતા ગામમાં બપોરે 12 વાગ્યેથી 4 અને સાંજે 6 વાગ્યેથી બજાર બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત, ચાલુ બજારમાં ભીડ ભેગી ન થઇ જાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.આ ગામ માં બહાર થી કોઈ વ્યક્તિ કામ વગર આવે નહીં તે માટે પણ ગ્રામજનો મળી ને ગામ માં આવદનાર બહારના વ્યક્તિ ની પૂછપરછ કરી ને જ પ્રવેશ આપે છે.

શહેરમાં જવાનો રસ્તો 2 કિમી દૂર હોવાછતાં લોકો ગામમાં જ રહે છે
શહેરમાં જવાનો રસ્તો 2 કિમી દૂર હોવાછતાં લોકો ગામમાં જ રહે છે

ગામમાં સ્કૂલમાં આઈસોલેશન વોર્ડ બનાવાયો છે
આ ગામના આગેવાન જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, થોડા સમય અગાવું ધારાસભ્ય બાબુ પટેલે ગામની મુલાકાત લઇ અમને એક આઇસોલેશન વોર્ડ બનાવવા સૂચના આપી હતી. અત્યાર સુધી એક પણ કેસ ન નોંધાતા અમે ગામમાં સુવિધા ઉભી કરી ન હતી. પરંતુ, ધારાસભ્યના સૂચન બાદ ગામમાં પ્રાયોગિક ધોરણે ગ્રામ્ય શાળામાં આઇસોલેશન વોર્ડ બનવવામાં આવ્યો છે.

ગામમાં પ્રાયોગિક ધોરણે સ્કૂલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો છે
ગામમાં પ્રાયોગિક ધોરણે સ્કૂલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો છે

સ્વંયભૂ લોકડાઉનમાં લોકોને વેપારી ન છેતરે તેની તકેદારી લેવાઈ
ઠાકોરે વધુમાં ઉમેરે છે કે, અમારા ગામમાં કેટલાક લોકોએ RT-PCR ટેસ્ટ પણ કરાવ્યો હતો પરંતુ કોઈને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.ગામમાં વેપારીઓ સિવાય કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી અતિઆવશ્યક ન હોય ત્યાં સુધી ગામ બહાર જતા નથી. આ ઉપરાંત, વેપારીઓને પણ ચોક્કસ કાળજી લેવા માટે તાકીદ કરવામાં આવે છે. ગામમાં પાડવામાં આવતા સ્વયંભૂ લોકડાઉનનો લાભ લઇ વેપારીઓ ખોટા ભાવ વધારા સાથે સામાન ન વેચે તે માટેની પણ તકેદારી લેવામાં આવી રહી છે.

સ્કૂલમાં જ આઈસોલેશન વોર્ડમાં તમામ પ્રાથમિક સુવિધા ઊભી કરાઈ છે
સ્કૂલમાં જ આઈસોલેશન વોર્ડમાં તમામ પ્રાથમિક સુવિધા ઊભી કરાઈ છે
અન્ય સમાચારો પણ છે...