તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રઉફ હત્યા કેસનો જામીન પરથી ભાગેલો કેદી ઝડપાયો, ઈકબાલહુસેન ધોબી પર 12 ગુના નોંધાયા છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસના નેતા રઉફ વલીઉલ્લાહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો લતીફ ગેંગના પાકા કામના નાસતા ફરતા કેદીની શહેર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.

ઈકબાલહુસેન લતીફગેંગનો સભ્ય હતો તેની વિરુદ્ધમાં 1992થી હત્યા અપહરણ તથા પ્રોહિબિશન ટાડા વગેરેના કુલ 12 જેટલા કેસો દાખલ થયા છે. 1992માં રાધિકા જીમખાનામાં નવ વ્યકિતઓની સામૂહિક હત્યા કરવાના ગુનામાં તે આરોપી છે. કોંગ્રેસના નેતા રઉફ વલીઉલ્લાહની હત્યા કરવાના કેસમાં તે 25 વર્ષ ઉપરાંતના સમયથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો અને તેને પુન: જેલમાં હાજર થવાનું હતું પરંતુ નાસતો ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...