ક્રાઈમ બ્રાન્ચની સફળતા:અમદાવાદના સોલામાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યા કેસમાં ફરાર આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી રવિ પંડિતની તસવીર - Divya Bhaskar
આરોપી રવિ પંડિતની તસવીર
  • માર્ચ 2021માં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપી ઝડપાયા

માર્ચ 2021માં સોલા-હેબતપુરમાં થયેલી વૃદ્ધ દંપતીની હત્યા મામલે ફરાર વધુ એક આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. બનાવ સમયે આરોપી હાજર ન હતો પરંતુ લૂંટ અંગેની માહિતી આરોપીએ આપી હતી. સાથે જ અન્ય એક ધાડના પ્રયાસના ગુનામાં પણ આરોપીની સંડોવણી સામે આવી હતી. જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

સોલામાં વૃધ્ધ દંપતી અશોક પટેલ અને જ્યોત્સના પટેલના ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ ફરાર આરોપીની ક્રાઈમ બ્રાંચે ગ્વાલિયરથી ધરપકડ કરી છે. રવિ ઉર્ફે પંડિત શર્મા કે જે આ હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો અને પોલીસને માત આપી નાસતો ફરતો હતો. સાથે જ આરોપી હત્યા પહેલા એક ધાડના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલ હતો. જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વૃધ્ધ દંપતીની હત્યાના ગુનામાં અગાઉ ક્રાઈમ બ્રાંચે 5 આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીઓને બંને ગુનાની ટીપ પકડાયેલા આરોપી દ્વારા આપવામાં આવી હતી. અશોક પટેલ અને જ્યોત્સના પટેલના મકાનમાં આરોપીએ ફર્નિચર કામ કર્યું હતું. જેથી તેમના ઘરે મોટી રકમ મળવાની વાત કરી લૂંટને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વખત આરોપી રવિ હાજર હતો તે સમયે લૂંટ શક્ય બની ન હતી. પરંતુ પછી 4 આરોપીને હથિયાર સાથે લૂંટ માટે રવિ એજ મોકલ્યા હોવાનુ સામે આવ્યું હતું.

આરોપી રવિ પંડિત સોલામાં લૂંટના પ્લાનિંગની સાથે નવરંગપુરામાં પણ બિલ્ડરના ઘરે ઘાડ કરવા માટે ગયો હતો. જોકે બિલ્ડર જાગી જતા સફળ રહ્યા ન હતા. પરંતુ ડબલ મર્ડર કેસમાં આરોપી ઝડપાતા નવરંગપુરાની ઘટનાની હકીકત સામે આવી અને આખરે નવરંગપુરામાં વધુ એક ગુનો નોંધાયો જે બન્ને ગુનામાં આરોપી ફરાર હતો. જેની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...