તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદના મોટાભાગના માર્કેટમાં રવિવારે દુકાનો બંધ જોવા મળી, કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય તમામ માર્કેટમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો
  • અમદાવાદમાં રવિવારે માધુપુારા અને કાલુપુર માર્કેટના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી
  • કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા ફ્રૂટનું સેવન વધતા કાલુપુરના ફ્રૂટ માર્કેટમાં લોકોનો ધસારો જોવા મળ્યો.

રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સરકારે કોરોનાની ચેઇન તોડવા કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને માત્ર આવશ્યક સેવાઓ ને જ બજારમાં દુકાનો ચાલુ રાખવા માટે છૂટ આપી છે. જેથી બજારોમાં ભીડ ન ઉમટે. આ નિર્ણય ને વેપારીઓએ પણ આવકાર્યો છે અને મોટાભાગના દુકાનો અને માર્કેટને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પરિસ્થિતિમાં શહેર ના કેટલાક માર્કેટ માં છેલ્લા કેટલાક દિવસથી લોકો નો ધસારો જોવા મળતો હતો. જેમાં કાલુપુર માર્કેટ અને માધુપુરા માર્કેટમાં લોકોનો સૌથી વધારે ભીડ જોવા મળતી હતી. જેમાં લોકો અનાજ અને કરીયાણું લેવા માટે આવતા હતા સાથે આજે રવિવાર હોવાના લોકો આ માર્કેટમાં મોટી સંખ્યામાં આવે તેવી ભીતિના કારણે માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ના વેપારીઓ મળીને તમામ દુકાનો બંધ રાખી હતી.

પૂર્વ વિસ્તારમાં દુકાનો સજ્જડ બંધ
આ સાથે સાથે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ તમામ દુકાનો આજે સજ્જડ બંધ જોવા મળી. બપોરે પૂર્વ વિસ્તારમાં કેટલીક જગ્યાએ તો રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. લોકો આ મહામારી થી બચવા માટે હવે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો આવી રીતે લોકો નિયમોનું પાલન કરશે અને સરકાર ને સહકાર આપશે તો આપણે કોરોના સામે જરૂર થી જંગ જીતીશુ.

કાલુપુર ફ્રૂટ માર્કેટમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો
કાલુપુર ફ્રૂટ માર્કેટમાં લોકોનો ધસારો જોવા મળ્યો હતો

ફ્રૂટ માર્કેટમાં લોકોનો ધસારો
જોકે કાલુપુર ફ્રૂટ માર્કેટ માં લોકો જોવા મળ્યા હતા. માર્કેટમાં લોકો શહેરના અલગ અલગ વિસ્તારમાં થી ફ્રૂટ લેવા આવ્યા હતા કોરોના મહામારી લોકો પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ફ્રૂટ આરોગતા હોય છે. જેથી માર્કેટમાં સવારથી જ લોકો ધસારો જોવા મળ્યો હતો. સાથે ફ્રૂટ ના ભાવ માં પણ સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ ફ્રૂટ ની ડિમાન્ડ વધી રહી છે તેમ ભાવ પણ વધી રહ્યા છે.

ફ્રૂટ માર્કેટ સિવાયની દુકાનો પૂર્વ વિસ્તારમાં બંધ
ફ્રૂટ માર્કેટ સિવાયની દુકાનો પૂર્વ વિસ્તારમાં બંધ

કાલુપુર ટંકાશાળ બજાર વિકેન્ડમાં બંધ
શહેરમાં કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિના પરિણામે વેપારીઓ કોરોનાની ચેઈન તોડવા માટે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લઈને આગળ આવી રહ્યા છે. આ જ લાઈનમાં હવે કાલુપુર ટંકશાળ બજારના વેપારીઓ પણ જોડાયા છે. એસોસિયેશન દ્વારા એક પત્ર લખીને આ વાતની જાણકારી અપાઈ છે. આ પત્રમાં લખેલું છે કે, હાલમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 26 એપ્રિલે કમિટીની ખાસ મીટિંગ બોલાવાઈ હતી, જેમાં સર્વ સંમતીથી નક્કી કરાયું છે કે, તા, 30 એપ્રિલ, 1લી તથી 2જી મે સુધી કાલુપુર ટંકશાળ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

વેપારી એસોસિયેશને લખેલો પત્ર
વેપારી એસોસિયેશને લખેલો પત્ર

હેર કટિંગ સલૂનો અને બ્યૂટી પાર્લરો બંધ કરાવાયા
મ્યુનિ.ની ટીમે થોડા દિવસ પહેલા જ હેર કટિંગ સલૂનો અને બ્યુટી પાર્લરોને બંધ કરાવવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. જે હેઠળ 1182 હેર કટિંગ સલૂનો, 322 બ્યુટીપાર્લર સહિત 1504 જેટલા એકમોને અનિશ્ચિત મુદત માટે બંધ કરાવાયા છે. મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ બનાવેલી 200થી વધારે ટીમે હેર કટિંગ સલૂનોમાં 4થી વધારે લોકો એકઠા થતાં હોવાથી 1182 હેરકટિંગ સલૂન અને 322 બ્યુટી પાર્લર અનિશ્ચિત મુદત માટે બંધ કરાવ્યા છે. વધુ હુકમ ન થાય ત્યાં સુધી આ એકમો બંધ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો