તસ્કરી:ઉસ્માનપુરાના બંગલામાંથી રૂ. 70 લાખની ચોરી કરનારા ત્રણ ઝડપાયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉસ્માનપુરામાં આવેલી પંચશીલ સોસાયટીના બંગલામાંથી રોકડા રૂ.20 લાખ અને 150 તોલા સોનું અને અઢી કિલો ચાંદી મળી રૂ.70 લાખની ચોરી કરનારી ગેંગને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી છે. આ ટોળકી રાતે રિક્ષા લઈને બંગલામાં ચોરી કરવા ગઈ હતી, ત્રણેયે પાસેથી રોકડા રૂ.7.80 લાખ અને દાગીના મળીને કુલ રૂ.69 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.

પંચશીલ સોસાયટીના બંગલા નંબર 40માં રહેતા ભૌમિક શાહ 23 ઓગસ્ટે પરિવાર સાથે દિલ્હી ગયા ત્યારે બંગલાની બારીની ગ્રીલ તોડી ઘૂસી આવેલા ચોર ચોરી કરી ગયા હતા. જોકે ચોરીની ઘટનાની જાણ થતા ભૌમિકભાઈએ અમદાવાદ આવી અને રોકડા20 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પરિવારના અમદાવાદ આવ્યા બાદ તપાસ કરતા બંગલામાંથી અંદાજે 150 તોલા સોનું અને અઢી કિલો જેટલી ચાંદી (રૂ.50 લાખ)ની ચોરી થઈ હોવાનું પણ માલૂમ પડ્યું હતું.

દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીઆઈ સી.બી.ટંડેલે બાતમીને આધારે તેમણે પાલડીમાં રિક્ષામાં પસાર થઈ રહેલા 3 ચોર કિરણ ઉર્ફે હોઠાળો હરસન વાઘેલા (વાસણા), વિજય દંતાણી (વાસણા) અને જયેશ ઉર્ફે બડિયો દાતણિયા (દૂધેશ્વર)ને ઝડપી લીધા હતા.

ઘરમાં ઘૂસેલા કિન્નરે મહિલાને બેભાન કરી 67 હજાર ચોર્યા
ગાેમતીપુરમાં ઘરમાં ઘૂસેલો કિન્નર મહિલાના માથે હાથ ફેરવી બેભાન કરી રાેકડ, દાગીના સહિત કુલ 67 હજારની ચાેરી કરી ગયાે હોવાની ફરિયાદ ગાેમતીપુર પાેલીસમાં નાેંધાઈ છે. મહિલા તેના બાળક સાથે ઘરમાં એકલી હતી ત્યારે કિન્નરે 5 હજારની માગ કરી હતી, પણ તે રકઝક થયા બાદ કિન્નરે આશીર્વાદના બહાને માથે હાથ મૂકી તેને બેભાન કરી દીધી હતી. ભાનમાં આવતાં જાણવા મળ્યું હતું કે, કિન્નર ઘરમાંથી 67 હજાર ચોરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...