તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિપત્ર:આવતી કાલથી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકો- આચાર્યોની 100% હાજરી ફરજિયાત રહેશે

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી 50થી 70 ટકા જ સ્ટાફ હાજર રહેતો હતો

9 ફેબ્રુઆરીથી પ્રાથમિક સ્કૂલોમાં 100 ટકા શિક્ષકોની હાજરી ફરજિયાત રહેશે. શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકે પણ સ્કૂલમાં નિયમિત સમયે હાજર રહેવાનું રહેશે.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરાયેલા પરિપત્રમાં દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના અપાઇ છે કે, સ્કૂલો કોરોના મહામારી પહેલાના સમય પ્રમાણે જ રહેશે. અત્યાર સુધી સ્કૂલોનો સમય સવારનો હતો અને 50થી 70 ટકા સ્ટાફ હાજર રહેતો હતો, પરંતુ હવેથી તમામ શિક્ષકોએ ફરજિયાત સ્કૂલમાં હાજર રહેવું પડશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકે સૂચના આપી છે કે, શિક્ષકો અને આચાર્યોએ સ્કૂલમાં હાજર રહીને સ્કૂલ એક્રિડિએશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન, એકમ કસોટી ચકાસણી કરી ડેટા એન્ટ્રી જેવી પ્રવૃત્તિ કરવાની રહેશે.

કોરોનાની કામગીરી કરતા શિક્ષકો મુંઝાયા
જે શિક્ષકો કોરોનાની કામગીરીમાં જોડાયેલા હોય તે તમામ શિક્ષકોને કઇ રજા અપાશે તેની સ્પષ્ટતા ન કરતા શિક્ષકોમાં મૂંઝવણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો