હવામાન વિભાગની આગાહી:આજથી ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો થશે, પવનની દિશા બદલાતાં ગરમી 1 ડિગ્રી ઘટી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 7 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ રહ્યો

શુક્રવારે પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. શનિવારથી રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમી પવનોની અસરથી ગરમીનો પારો ઉંચકાયો હતો. અમદાવાદમાં બે દિવસથી તાપમાન 43 ડિગ્રીથી વધુ રહ્યું હતું. જો કે, શુક્રવારથી પવનની દિશા બદલાઇને દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનો શરૂ થયાં છે. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન ગુરુવાર કરતાં 1 ડિગ્રી ઘટીને 42.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયુ હતું.

શહેરમાં 42.3 ડિગ્રી

શહેરતાપમાન
કંડલા એરપોર્ટ43
અમદાવાદ42
વલ્લભ વિધાનગર42
ગાંધીનગર42
અમરેલી42
ડીસા41
રાજકોટ41
સુરેન્દ્રનગર41
અન્ય સમાચારો પણ છે...