સિદ્ધિ યોગ સાથે પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શિવની આરાધાનના આ મહિનાની શરૂઆતની સાથે તહેવારોનો પણ પ્રારંભ થશે. જ્યારે આગામી 103 દિવસ એટલે કે કારતક સુદ પૂનમ સુધી 40થી વધુ દિવસ વ્રત અને તહેવારો આવશે. શ્રાવણમાં નાગ પંચમી અને રક્ષાબંધન, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશોત્સવ આવશે.
આ ચાર મહિનામાં એકાદશીઓ, ચતુર્થી સહિત ખાસ તિથિઓ
આસો માસમાં સૌથી વધુ દિવસ ઉત્સવ મનાવાશે, જેમાં 15 દિવસ શ્રાદ્ધ પક્ષ, 9 દિવસ નવરાત્રી, દશેરા અને શરદ પૂનમ આવશે. કારતક મહિનામાં ચોથ, પુષ્યનક્ષત્ર, પાંચ દિવસ દિવાળી, દેવઊઠી એકાદશી અને દેવદેવાળી પર્વ આવશે. દેવઊઠી અગિયારસની સાથે જ ચાતુર્માસ પૂરા થશે. આ ચાર મહિનામાં એકાદશીઓ, ચતુર્થી સહિત ખાસ તિથિઓ પણ ઊજવાશે.
આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે
જ્યોતિષી આશિષ રાવલ અનુસાર, વ્રતની વણઝાર એટલે શ્રાવણ માસ. નવગ્રહ નડતર નિવારણ માટે શ્રાવણમાં શિવજીની ઉપાસના-આરાધના ઉત્તમ મનાય છે. આ વખતે શ્રાવણ માસમાં 4 સોમવાર આવશે. શિવપુરાણ અનુસાર શિવજી જેવા દયાળુ અન્ય કોઈ જ દેવ નથી. શતેમણે વધુમાં જણાવ્યું કે, શ્રાવણ સુદ 1ને શુક્રવારે જીવંતિકા વ્રત કરવામાં આવશે. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગોવસાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે.
આ ચાર મહિનામાં એકાદશીઓ, ચતુર્થી સહિત ખાસ તિથિઓ પણ રહેશે
તિથિ | પર્વ/વ્રત | તારીખ |
શ્રાવણ સુદ 1 | જીવંતિકા વ્રત | 29 જુલાઈ |
શ્રાવણ સુદ 4 | વિનાયક ચતુર્થી | 1 ઓગસ્ટ |
શ્રાવણ સુદ પૂનમ | રક્ષાબંધન | 11 ઓગસ્ટ |
શ્રાવણ વદ 2 | પંચક યોગ, હિંડોળા સમાપ્તિ | 13 ઓગસ્ટ |
શ્રાવણ વદ 3 | ફૂલકાજળી વ્રત, કજલી ત્રીજ | 14 ઓગસ્ટ |
શ્રાવણ વદ 5 | નાગ પાંચમી, પતેતી | 16 ઓગસ્ટ |
શ્રાવણ વદ 6 | રાંધણ છઠ્ઠ, હળ ષષ્ઠી | 17 ઓગસ્ટ |
શ્રાવણ વદ 7 | શીતળા સાતમ | 18 ઓગસ્ટ |
શ્રાવણ વદ 8 | જન્માષ્ટમી | 19 ઓગસ્ટ |
શ્રાવણ વદ 12 | અજા એકાદશી (ભાગવત) | 23 ઓગસ્ટ |
શ્રાવણ વદ 12 | પ્રદોષ, પર્યુષણ પર્વ પ્રારંભ | 24 ઓગસ્ટ |
શ્રાવણ વદ 13 | ગુરુ પુષ્યામૃત, અઘોરા ચતુર્દશી | 25 ઓગસ્ટ |
શ્રાવણ વદ 14 | દર્શ/પીઠોરી અમાસ | 26 ઓગસ્ટ |
શ્રાવણ વદ 30 | અમાસ, શિવ પાર્થેશ્વર પૂજા, મેળો | 27 ઓગસ્ટ |
ભાદરવા સુદ 1 | મહાવીર પ્રભુ જન્મવાંચન દિન | 28 ઓગસ્ટ |
ભાદરવા સુદ 4 | ગણેશ ચતુર્થી | 31 ઓગસ્ટ |
ભાદરવા સુદ 5 | જૈન સંવત્સરી, સામા પાંચમ | 1 સપ્ટેમ્બર |
ભાદરવા સુદ 14 | અનંત ચતુર્દશી | 9 સપ્ટેમ્બર |
ભાદરવા સુદ 15 | શ્રાદ્ધ શરૂ | 10 સપ્ટેમ્બર |
ભાદરવા વદ 30 | સર્વપિતૃ અમાસ | 25 સપ્ટેમ્બર |
આસો સુદ 1 | નવરાત્રી પ્રારંભ | 26 સપ્ટેમ્બર |
આસો સુદ 8 | દુર્ગાષ્ટમી | 3 ઓક્ટોબર |
આસો સુદ 9 | મહાનવમી | 4 ઓક્ટોબર |
આસો સુદ 10 | દશેરા | 5 ઓક્ટોબર |
આસો સુદ 15 | શરદ પૂનમ | 9 ઓક્ટોબર |
આસો વદ 8 | પુષ્ય નક્ષત્ર | 18-19 ઓક્ટોબરે |
આસો વદ 11 | રમા એકાદશી, વાઘ બારસ | 21 ઓક્ટોબર |
આસો વદ 12 | ધનતેરસ (સાંજે 6.03થી) | 22 ઓક્ટોબર |
આસો વદ 13 | કાળી ચૌદશ | (સાંજે 6.04થી) |
કારતક સુદ 1-2 | નૂતન વર્ષ, બપોરે 2.43થી ભાઈબીજ | 26 ઓક્ટોબર |
કારતક સુદ 4-5 | લાભ પાંચમ | 29 ઓક્ટોબર |
કારતક સુદ 6 | છઠ પર્વ | 30 ઓક્ટોબર |
કારતક સુદ 11 | દેવ ઊઠી અગિયારસ, તુલસી વિવાહ | 4 નવેમ્બર |
કારતક સુદ પૂનમ | દેવ દિવાળી | 8 નવેમ્બર |
આજે જીવંતિકા વ્રત પણ ઊજવાશે
શ્રાવણ સુદ 1 એટલે કે શુક્રવારે ‘જીવંતિકા વ્રત’ કરવામાં આવશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. સંજોગવશાત પ્રથમ શુક્રવારે વ્રત ન થાય તો બીજા શુક્રવારથી પણ વ્રતની શરૂઆત કરી શકાય છે.
5 પુષ્ય નક્ષત્ર 29 જુલાઈ, શુક્રવાર 24 ઓગસ્ટ, બુધવાર 25 ઓગસ્ટ, ગુરુવાર 21 સપ્ટેમ્બર, બુધવાર 19 ઓક્ટોબર, બુધવાર
આ વખતે શ્રાવણમાં 4 સોમવાર
1 ઓગસ્ટ | પહેલો સોમવાર | વિનાયક ચતુર્થી |
8 ઓગસ્ટ | બીજો સોમવાર | પવિત્રા/પુત્રદા એકાદશી (શિંગોડા) |
15 ઓગસ્ટ | ત્રીજો સોમવાર | બાળ ચોથ/બહુલા ચોથ |
22 ઓગસ્ટ | ચોથો સોમવાર | અજા એકાદશી (ખારેક) સ્માર્ત |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.