હાથવગું સાયન્સ !!:અમદાવાદ સાયન્સસિટીમાં આજથી દેશનો પહેલો પ્રયોગ, કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ પણ સાયન્સના પ્રોજેક્ટ બનાવશે

3 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી
  • ગુજરાતના 300 સ્ટુડન્ટ્સ ત્રણ દિવસ કોડિંગ કરીને બનાવશે સાયન્સના પ્રોજેક્ટ
  • સ્ટુડન્ટ વરસાદ માપવાનું અને પાણીમાં ક્ષાર જાણવાનું મશીનની સાથે બનાવશે ડ્રોન

આપણે ત્યાં એક માનસિકતા છે કે કોમર્સ કે આર્ટ્સના સ્ટુડન્ટ્સ સાયન્સમાં આગળ વધી જ ન શકે. હવે માનસિકતાની આ સીમારેખા ભૂંસાઈ રહી છે. અમદાવાદના સાયન્સસિટી કેમ્પસમાં આજે 11 જુલાઈથી 13 જુલાઈ સુધી એક પ્રયોગ થવા જઈ રહ્યો છે. આ પ્રયોગ એ છે કે કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ પણ સાયન્સના પ્રોજેક્ટ કરી શકશે. કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ પણ સાયન્સમાં કરિયર બનાવી શકશે. ગુજરાતનો શિક્ષણ વિભાગ, ગુજરાતનો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) વિભાગ અને સાયન્સસિટીનો આ જોઈન્ટ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને 'કોડિંગ બૂટકેમ્પ ફોર ઇનોવેશન ક્લબ સ્ટુડન્ટ્સ' નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદ સાયન્સસિટી.
અમદાવાદ સાયન્સસિટી.

શું છે આ પ્રોજેક્ટ ?
આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં ગુજકોસ્ટના એડવાઈઝર અને મેમ્બર સેક્રેટરી અને સાયન્સસિટીના ડાયરેક્ટર ડો. નરોત્તમ સાહુએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત યુવાનોની સ્કિલ વધારે ડેવલપ થાય એ હેતુથી એક પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ યુવાનોમાં રહેલી સ્કિલને બહાર લાવવાનો પ્રયાસ છે. અમે સરકારી અને ગ્રાન્ટેડ એવી 500 કોલેજમાં ઈનોવેશન ક્લબ શરૂ કરી હતી. આ 500 કોલેજમાં જે સ્કિલ્ડ સ્ટુડન્ટ્સ હતી તેમને અલગ તારવ્યા. તેમાંથી પહેલા તબક્કામાં 700 સ્ટુડન્ટ્સ વચ્ચે ક્યૂબ આપીને કોડિંગ કોમ્પિટિશન કરાવવામાં આવી અને જ્યુરીએ એમાંથી 300 સ્ટુડન્ટ્સ અલગ તારવ્યા. આ 300 સ્ટુડન્ટ્સને 11, 12 અને 13 જુલાઈ એમ ત્રણ દિવસ કોડિંગ દ્વારા સાયન્સના પ્રોજેક્ટ શીખવવામાં આવશે.

ગુજરાતી ભાષામાં જ ચર્ચા કરાશે
કોડિંગ બૂટકેમ્પ ફોર ઇનોવેશન ક્લબ સ્ટુડન્ટ્સ' પ્રોજેક્ટ અંતર્ગત જે 300 સ્ટુડન્ટ્સને કોડિંગ દ્વારા સાયન્સના પ્રોજેક્ટ શીખવવામાં આવશે, એમાં બે નવા પ્રયોગ કરાયા છે. એક, મોટા ભાગના સ્ટુડન્ટ્સ કોમર્સ અને આર્ટ્સના છે. હા, સાયન્સ ફેકલ્ટીના પણ સ્ટુડન્ટ્સ છે. બીજું, મોટા ભાગના સ્ટુડન્ટના મનમાં એક છાપ હોય છે કે સાયન્સના પ્રોજેક્ટ છે એટલે ઇંગ્લિશમાં જ હશે, પણ એવું નથી. અહીં ગુજરાતીમાં જ ચર્ચા કરીને પ્રોજેક્ટ બનાવી શકાશે. દરેક સેશનમાં એક્સપર્ટ પણ ગુજરાતી અથવા હિન્દીમાં લેક્ચર આપશે.

સ્ટુડન્ટ્સ શું બનાવી શકશે ?
કોડિંગ દ્વારા સ્ટુડન્ટ્સ અનેક પ્રોજેક્ટ્સ બનાવી શકશે. ખાસ કરીને ડ્રોન, રોબોટ, અલગ અલગ મશીન, માપક યંત્રો, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્ટના ગેજેટ્સ પણ બનાવી શકશે અને આ જ તેમને શિખવવામાં આવશે. આ 300 સ્ટુડન્ટ્સમાંથી જેનું પરફોર્મન્સ કે સ્કીલ સારા હશે તેને આગળ સ્ટેટ લેવલે અને એ પછી નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ સુધી લઈ જવાશે. આ પ્રોજેક્ટથી સ્ટુડન્ટ્સને એક્સાઈમેન્ટ રહેશે. માનો કે કોઈ સ્ટુડન્ટ્સે ડ્રોન બનાવ્યું તો એ જ ડ્રોન સાયન્સ સિટીમાં ઊડાડશે અને પોતે બનાવેલા ડ્રોનમાં જ સાયન્સ સિટી જોઈને તે રોમાંચિત થશે. દરેક સ્ટુડન્ટ્સને તેના પ્રોજેક્ટ મુજબ કીટ આપવામાં આવશે અને આ કીટનો ઉપયોગ કરીને તે પ્રોજેક્ટ તૈયાર કરી શકશે.

આ પ્રોજેક્ટનો હેતુ શું છે ?
ડો. નરોત્તમ સાહૂએ જણાવ્યું કે, સ્ટુડન્ટ્સ પોતાના લોકલ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરે અને પ્રોજક્ટ બનાવીને તેના વિસ્તારનો ઉકેલ લાવે તો યુવાનો માઈક્રો લેવલે વિચારતા થશે અને તેનો ફાયદો સમાજને થશે. માનો કે, પોતાના વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો તે પોતે જ બનાવેલા મશીનથી માપી લેશે. પોતાના વિસ્તારની માટી કેટલી ફળદ્રુપ છે, તે પણ તે મશીનનો ઉપયોગ કરીને કહી શકશે. આ તમામ બાબતો ડિજિટલી શિખવવામાં આવશે. પાણીમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે તે પણ પાણી શકશે અને તેનો ઉપાય પણ શોધી લેશે. એક વાક્યમાં કહું તો લોકલ યુથ વર્કિંગ વિલ બી લોકલ પ્રોબ્લેમ્સ ઓન લોકલ લેન્ગ્વેજ ટુ ગિવિંગ અ લોકલ સર્વિસ. આ ત્રણ દિવસ કોડિંગ પ્રોજેક્ટ માટે ગુજરાતભરમાંથી 300 સ્ટુડન્ટ્સને આમંત્રિત કરવામાં આવ્યા છે અને બોયઝ તથા ગર્લ્સ માટે રહેવાની અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...