તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:આજથી કોરોનાની રસીનું ડ્રાયરન, બે દિવસ બુથ પર રોજ 100 લોકોને બોલાવાશે, રસીકરણનું ડ્રાયરન આ 7 સ્ટેમ્પમાં સમજો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર, સુરત,રાજકોટમાં ડ્રાયરન, રસી આપવા સિવાયની પ્રક્રિયા થશે
 • અમદાવાદના મુખ્ય સ્ટોરેજ ખાતેથી વિવિધ કેન્દ્રો પર રસી મોકલવામાં આવશે

ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ તથા સુરતમાં કોરોનાની રસી માટેના રસીકરણનું ડ્રાયરન સોમવાર અને મંગળવાર થશે. અમદાવાદમાં આવેલાં રસીના મુખ્ય સ્ટોરેજથી વિવિધ કેન્દ્રો પર રસી પહોંચાડવાથી માંડીને, રસી લેનારી વ્યક્તિને મેસેજ મોકલવા, રસીકરણ બૂથ પર તમામ વ્યક્તિની ચકાસણી કરવી, રસી આપવી, ડેટાબેઝમાં માહિતી પહોંચાડવી અને રસીકરણ બાદ આડઅસર થાય ત્યારે વ્યક્તિને તાકીદે હોસ્પિટલ પહોંચાડવા જેવી તમામ પ્રક્રિયાઓ આ ડ્રાયરનમાં હાથ ધરાશે. આ દરમિયાન કોવિડ અધિકારી તરીકે એક તબીબ, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફ હાજર હશે અને તે ઉપરાંત સ્થાનિક સત્તાતંત્રના કર્મચારીઓ પણ બૂથ પર હાજર રહેશે.

આ દરમિયાન 100 વ્યક્તિને રસીકરણ માટે બોલાવાશે, પરંતુ આ ડ્રાયરનમાં તેમને કોઇ રસી અપાશે નહીં, માત્ર રસી અપાઇ રહી હોય તે પ્રકારની પ્રક્રિયા જ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે ખરેખર રસીકરણ શરૂ થાય ત્યારે તેને સંબંધિત કોઇપણ પ્રક્રિયામાં ખામી આવે નહીં. વળી દરરોજ 100-100 લોકોને જ એક રસીકરણ બૂથ પર બોલાવાશે તે નક્કી હોવાથી અહીં પણ 100 વ્યક્તિઓ પર જ ડ્રાય રન થશે.

ભારતીય બનાવટના સાધનો ઉપલબ્ધ હોય તો તેનો જ ઉપયોગ કરો
નીતિન પટેલ કોરોના રસી આપવા માટે ચીનની બનાવટના સિરિંજ અને સોય મંગાવાઇ હોવાના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હાલ રસી લોકોને અપાય તે વધુ મહત્ત્વનું છે. જે સાધનો જેટલાં જ્યાંથી ઉપલબ્ધ હોય ત્યાંથી મેળવાય છે, ભારતીય બનાવટના સાધનો ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરવો જોઇએ તેવું હું અંગત પણે માનું છું.

રસીકરણનું ડ્રાયરન આ 7 સ્ટેમ્પમાં સમજો

 • રસીના વાયલ્સ જે તે સ્ટોર પરથી નક્કી કરેલા બુથ પર પહોંચાડાશે.
 • જે તે વ્યક્તિના મોબાઈલ પર બુથના સરનામાનો મેસેજ મોકલાશે.
 • બુથ પર ગયા પછી રસી લેનારના મેસેજમાં આવેલો આઈડી નંબર, ઓળખપત્ર ખરાઈ કરાશે.
 • ખરાઈ પછી તે વ્યક્તિને રસી માટે ટોકન આપવામાં આવશે. જે સાથે રાખવું પડશે.
 • બૂથ પર ભીડ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા.
 • રસી બુથમાં ગયા પછી કોવિડ પોર્ટલ પર રસી અપાયાની માહિતી અપલોડ કરાશે.
 • રસી લેનાર પૈકી જેને પણ રસીકરણ દરમિયાન કે ઘરે પહોંચ્યા પછી કોઈપણ સમયે કોઈપણ પ્રકારની આડઅસર થાય તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં કઈ રીતે ખસેડવા અને આડઅસરને લગતા પરીક્ષણ તથા સારવારની પ્રક્રિયા પણ ડ્રાયરનમાં કરાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો