ફોર્મ ભરવામાં એક ભૂલ તમારું વર્ષ બગાડશે:આજથી વિદ્યાર્થીઓ ભરી શકશે ગુજકેટની પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપી ફરજિયાત છે. ગુજકેટની પરીક્ષા માટે 6 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરીને 350 રૂપિયા ફી ઓનલાઈન ભરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરતા કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી વિદ્યાર્થીઓએ રાખવી પડશે. નામ કે અન્ય વિગતમાં ભૂલ હશે તો પરીક્ષામાં ના બેસવા દેતા વિદ્યાર્થીઓનું એક વર્ષ પણ બગડી શકે છે.

દિવ્યભાસ્કર દ્વારા ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ કેવી રીતે ભરવું તે માટે એક્સપર્ટ પાસે ફોર્મનો ડેમો વીડિયો તૈયાર કરાવ્યો છે.

સ્ટેપ-1
સૌ પ્રથમ ગૂગલ પર www. gseb. org સર્ચ કરવું અને તેમાં GSEB પર ક્લિક કરવાનું રહેશે જેમાં ગુજરાત બોર્ડ,સ્કૂલ રજિસ્ટ્રેશન સહિતના વિકલ્પ મળશે જેમાં ગુજકેટ- 2023નો વિકલ્પ વિદ્યાર્થીઓએ પસંદ કરવાનો રહેશે.
અથવા
gujcet. gseb. org પણ ગૂગલ ઓર વિદ્યાર્થીઓ સર્ચ કરી શકશે.આ પસંદ કરીને વેબસાસઇટ ખોલવાની રહેશે.

સ્ટેપ-2
ત્યારબાદ ગુજકેટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ ખુલશે જેમાં લોગ ઇન કરવાનું રહેશે.જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને નીચે ન્યુ કેન્ડીડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે જેમાં રજિસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે.આ નવા પેજમાં સરનેમ,વિદ્યાર્થીનું નામ,વાલીનું નામ લખવાનું રહેશે.મોબાઈલ નંબર,2 વખત ઈમેલ એડ્રેસ,2 વખત પાસવર્ડ લખીને કેપચા કોર્ડમાં ટોટલ કરીને વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન કરીને વિદ્યાર્થીએ લોગ ઇન કરવાનું રહેશે.

સ્ટેપ-3
લોગ ઇન કર્યા બાદ વિદ્યાર્થીઓને પેયમેન્ટનું વિકલ્પ દેખાશે જેમાં ક્લિક કરવાનું રહેશે
ક્લિક કર્યા બાદ sbi epay ખુક્ષે જેમાં 350 રૂપિયા ડેબીટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ દ્વારા પેયમેન્ટ કરવાનું રહેશે.ઓનલાઇન પેયમેન્ટ ના કરવું હોય તે sbi બેંકમાં જઈને ચલણ દ્વારા પેયમેન્ટ કરવાનું રહેશે.

સ્ટેપ-4
પેયમેન્ટ કર્યા બાદ ગુજેક્ટ 2023નું નવું પેજ ખુલશે જેમાં વિદ્યાર્થીની વિગત લખવાની રહેશે જેમાં કેન્ડીડેટ નામમાં સૌ પ્રથમ અટક,નામ અને પિતાનું નામ લખવાનું રહેશે.જન્મ તારીખમાં કેલેન્ડર મુજબ ધ્યાનથી જન્મ તારીખ લખવી,કાસ્ટ, પરિવારની આવક,આધારકાર્ડ નંબર વિદ્યાર્થીનો,2 લાઈનમાં એડ્રેસ,સ્ટેટમાં ગુજરાત,જિલ્લામાં જે જિલ્લામાં વસવાટ કરતા હોય તેનું નામ,તાલુકો,ગામનું નામ,પીનકોડ અને ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે.

સ્ટેપ-5
ઉપરની વિગત ભર્યા બાદ પરીક્ષાની વિગત ભરવાની રહેશે જેમાં બોર્ડ કોર્ડ લખવાનું રહેશે જેમાં વિકલ્પ પસંદ કરતાં ગુજરાત હાયર સેકેન્ડરી બોર્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.HSC બોર્ડના વર્ષમાં અગાઉ 2023નું વર્ષ પસંદ કરવાનું રહેશે.A, B અથવા AB જે ગ્રૂપ હોય તે પસંદ કરવાનું રહેશે.મીડિયમમાં ઈંગ્લીશ કે ગુજરાતી જે મીડીયમ હોય તે મીડીયમ પસંદ કરવાનું રહેશે.

સ્ટેપ-6
બોર્ડની વિગત બાદ સ્કૂલની વિગત ભરવાની રહેશે જેમાં સ્કૂલ કોર્ડ સ્કૂલ દ્વારા આપવામાં આવે તે અને ના હોય તો સ્કૂલમાં જઈને સ્કૂલનો કોર્ડ લેવાનો રહેશે.સ્કૂલ કોર્ડ લખતા જ નીચે ઓટોમેટિક સ્કૂલનું નામ આવી જશે,સ્કૂલનું નામ ના આવે તો કદાચ કોર્ડ ખોટો હોય શકે છે.સેન્ટર કોર્ડના બોક્સમાં સેન્ટરનો કોર્ડ લખવાનો રહેશે.નીચે વિદ્યાર્થીનો ફોટો તથા એક કોરા પેજમાં સહી કરીને તેના ફોટા પાડીને તે ફોટા અપલોડ કરવાના રહેશે.આ ફોટા jpeg અને 50 kb ના જ હોવા જોઈએ.બધી વિગત ભર્યા બાદ એક વાર ફરીથી વિગત ચેક કરીને સેવ કરવાનું રહેશે. સેવ કર્યા બાદ pdf ખુલશે, pdf ને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કઢાવી સાચવવાની રહેશે અને પરીક્ષા અગાઉ હોલ ટીકીટ મેળવવાની રહેશે.

સર્વર ડાઉન હોય ત્યારે ફોર્મ ના ભરવું
કોમ્પ્યુટરના એક્સપર્ટ જીગ્નેશ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજેક્ટની પરીક્ષા માટેનું ફોર્મ ખૂબ જ ઝીણવટ ભરી રીતે ભરવું જોઈએ.જરા પણ ભૂલ ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.ખાસ નામ અને અટકમાં ધ્યાન રાખવું અગાઉ નામ અને અટક ખોટી લખવા બદલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ અટક અને પછી નામ લખવું જોઈએ. ફોર્મ ભરવામાં જરાય મુશ્કેલી આવે તો સાયબ કાફેમાં જ ભરવું જોઈએ. સર્વર ડાઉન હોય ત્યારે ફોર્મ ના ભરવું કારણકે ત્યારે અધૂરી વિગત સાથે ફોર્મ ભરાશે.મોબાઈલથી ફોર્મ ભરવાનો આગ્રહ ના રાખવો શક્ય હોય તો કોમ્પ્યુટર કે લેપ્ટોપથી જ ફોર્મ ભરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...