આજથી નવરાત્રિ શરૂ:આજથી રંગરસિયાઓ રમશે રાસ-ગરબા; નવરાત્રિના આગલા દિવસે જ ગુજરાતમાં 2 કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના પાટડીમાં દર નવરાત્રિએ માસ્ક પહેરીને ગરબા રમવાની અનોખી પરંપરા છે. આ પ્રથા કોરોનાકાળ પહેલાંથી ચાલી આવે છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરના પાટડીમાં દર નવરાત્રિએ માસ્ક પહેરીને ગરબા રમવાની અનોખી પરંપરા છે. આ પ્રથા કોરોનાકાળ પહેલાંથી ચાલી આવે છે.
  • ગરબા માટે રસીના બન્ને ડોઝ જરૂરી, 18+ના 2.92 કરોડ લોકોને હજુ બીજો રસીનો ડોઝ લેવાનો બાકી
  • ગરબા રમવા બન્ને ડોઝ ફરજિયાત, નિયમનું પાલન કોણ-કેવી રીતે કરાવશે એ અંગે અવઢવ

ગુજરાતમાં કુલ રસીકરણ 6.28 કરોડ થઇ ગયું છે. કુલ 4.27 કરોડ લોકોને પહેલો ડોઝ મળી ગયો છે. બુધવારે નવરાત્રિના આગલા દિવસે રાજ્યમાં 2.01 કરોડ લોકોને રસીના બન્ને ડોઝ મળી ચૂક્યા છે. રાજ્યમાં 87 ટકાને પહેલો ડોઝ અને 41 ટકાને બન્ને ડોઝ મળ્યા છે. સરકારના આદેશ મુજબ, નવરાત્રિમાં ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં રસી લીધેલા લોકો નવરાત્રિમાં ગરબે રમી શકશે. રાજ્યમાં 18 વર્ષ ઉપરની અંદાજિત વસતિ 4.93 કરોડ છે. હજુ રાજ્યમાં 66 લાખ લોકોને પહેલો ડોઝ લેવાનો બાકી છે, જ્યારે 2.92 કરોડ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

સરકારી નિયમોનું પાલન કરવામાં આવે તો, 2.92 કરોડ લોકો ગરબા રમી ના શકે. બીજો ડોઝ બાકી હોય એમાં 18થી 45 વર્ષની વયજૂથમાં 2.30 કરોડ લોકો છે. બુધવારે રાજ્યમાં 3.33 લાખ રસીકરણ થયું હતું, જ્યારે કોરોનાના 21 કેસ નોંધાયા હતા.

18થી 45 વયજૂથમાં 77%ને પહેલો, જ્યારે 25%ને રસીના બન્ને ડોઝ આપી દેવાયા

કેટેગરી18-45 વર્ષ45થી ઉપરકુલ
વસતિ3.09 કરોડ1.83 કરોડ4.93 કરોડ
પહેલો ડોઝ2.40 કરોડ1.66 કરોડ4.27 કરોડ
ટકા779187
બીજો ડોઝ78 લાખ1.05 કરોડ1.60 કરોડ
ટકા255741

રાજ્યના મંત્રીઓ માતાજીના મંદિરમાં પૂજા-આરતી કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે નવરાત્રિ મહોત્સવના આયોજનમાં સાંસ્કૃતિક પ્રથા અપનાવવાનું નક્કી કર્યું છે. આ સરકારના સભ્યો નવરાત્રિના તમામ દિવસે ગુજરાતમાં આવેલાં વિખ્યાત માતાજીનાં મંદિરો પર જઇને પૂજા-આરતી કરશે તથા સાથોસાથ ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. પ્રવાસન અને પવિત્ર યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરી છે.