સતત 23 દિવસ સુધી વક્રી રહ્યા પછી શનિવારથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે. આ પરિવર્તનથી વેપાર વાણિજ્ય ક્ષેત્ર માટે સારા સંયોગો સર્જાશે. કોમ્યુનિકેશન ક્ષેત્રના વિકાસમાં બુધની મહત્ત્વની ભૂમિકા હોવાથી આ ક્ષેત્રે સારી પ્રગતિ જોવા મળી શકે છે. બુધ યુવા ગ્રહ ગણાતો હોવાથી યુવા પેઢી માટે પણ સારા સમાચાર આવી શકે છે. બુધ માર્ગી થતાં જે લોકોના જન્મનો બુધ મજબૂત હોય તેમને વધુ રાહત મળી શકે છે.
મેષ : બીજનો બુધ શુભ રહેશે. આર્થિક કાર્યોમાં લાભ મળી શકે છે. જૂની સમસ્યાઓ દૂર થવા સાથે પ્રમાણમાં ઠીક ઠીક રાહત પણ થશે.
વૃષભ : બુધ શુભ રહેશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે. માન-સન્માન મળશે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે.
મિથુન : બારમાં બુધના કારણે સમસ્યા અને આર્થિક તંગી રહી શકે. સાવધ રહીને કામ કરશો તો સમસ્યા દૂર થઈ શકશે.
કર્ક : બુધ અગિયારમાં ભાવમાં રહેશે. રોજિંદા કામમાં વધારો થવાથી વ્યસ્તતા રહેશે. કોઈ સારા સમાચાર મળવાની સંભાવના.
સિંહ : બુધ દસમા ભાવમાં રહેશે, આત્મવિશ્વાસ વધશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવે. પરિવારના સાથથી સફળતા મળી શકશે.
કન્યા : નવમે બુધ હોવાથી સુખ-સુવિધામાં વધારો થઈ શકે, જૂના વિવાદોનો અંત આવી શકે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
તુલા : અષ્ટમ બુધને કારણે સમસ્યા વધવાની સંભાવના, ધીરજ રાખવી પડે. સાવધાનીથી કામ થાય તો નુકસાનથી બચી શકાશે.
વૃશ્ચિક : બુધ સાતમા સ્થાને હોઇ, સ્થિતિ ફળદાયી રહેશે. જેટલું વધારે કામ કરશો તેટલું વધુ ફળ મળવાની પૂરેપૂરી શક્યતા છે.
ધન : બુધ છઠ્ઠા ભાવમાં હોઇ, નાણાકીય લાભની શક્યતા બની શકે. વિરોધીઓ પર વિજય મેળવી શકો. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
મકર : બુધ પાંચમા સ્થાને હોવાથી તમારો પ્રભાવ વધી શકે. મિત્રો-પરિવારના સહયોગથી મહાન કાર્ય પૂર્ણ થઈ શકે.
કુંભ : બુધના કારણે ચિંતા વધી શકે. બુધ ચોથા સ્થાને હોઇ, નુકસાનની સંભાવના. સાવધાનીથી કામ કરો. વિવાદ ટાળવો.
મીન : બુધ ત્રીજા સ્થાને હોવાથી નવા કામની શરૂઆત થઈ શકે. અવરોધો દૂર થઈ શકે. સફળતાની સાથે માન-સન્માન મળવાની સંભાવના.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.