ઠંડીથી રાહત:આજથી ઠંડીમાં બેથી ચાર ડિગ્રી સુધી ઘટાડાની વકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે બપોર બાદ ઠંડા પવનનું જોર ઘટતાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધ્યું

હિમાલય તરફથી આવતા પૂર્વના બર્ફીલા પવનની અસર હેઠળ રાજ્યમાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા, પરંતુ શુક્રવારે બપોર બાદ પવનનું જોર ઘટવાની સાથે લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધી વધારો થવાની સાથે ઠંડીથી લોકોને આંશિક રાહત મળી હતી. જ્યારે શનિવારથી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો તબક્કાવાર વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળે તેવી શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી, જેમાં ગુરુવારની સરખામણીમાં તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થવાની સાથે લઘુતમ તાપમાન 6.1 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ હિમાલય વિસ્તારમાં તેમ જ ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં કોલ્ડવેવ યથાવત્ છે ત્યારે પૂર્વ તરફથી આવતા સીધા ઠંડા પવનની અસર હેઠળ ગુજરાતમાં પણ હાલ વધુ ઠંડી અનુભવાઈ હતી. જોકે શુક્રવારે બપોર બાદ પવનનું જોર ઘટ્યું હતું, જેને કારણે લઘુતમ તાપમાનમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...