તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચ પૈકીની ત્રીજી 24 ફેબ્રુઆરી અને ચોથી ટેસ્ટ 4 માર્ચે રમાશે. ત્યારે ત્રીજી ટેસ્ટની ટિકિટનું વેચાણ આજથી ઓનલાઈન શરૂ થશે. જોકે સ્ટેડિયમમાં 50% દર્શકોને જ પ્રવેશ મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરી મતદાતાઓને રીઝવશે.
આ 2 ઘટના પર નજર રહેશે
1) અમદાવાદના મોટેરા ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ માટેનું આજથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે, 50% દર્શકોને પ્રવેશ મળશે
2) આજે વસંતપંચમીએ રાપરના ઐતિહાસિક વ્રજવાણી ગામ ખાતે વાગડમાં મોરારીબાપૂની રામકથાનો પ્રારંભ થશે.
સેન્સેક્સ | 49,300 | +300 |
ડોલર | રૂ. 72.75 | -0.10 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | રૂ. 51,544 | +12.78 |
હવે જોઈએ ગઈકાલના 7 ખાસ સમાચાર
1. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, હાજરી સ્વૈચ્છિક, પરંતુ વાલીનો સંમતિપત્ર ફરજિયાત
રાજ્યમાં આગામી 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરાશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.
વાંચો સમાચાર વિગતવાર
2. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો 23મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરૂ, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી હાજર રહે એવી શક્યતા
અમદાવાદના મોટેરા ખાતે નવા બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી પહેલી ઈન્ટરનેશનલ મેચ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાવા છે, ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભવ્ય ભવ્યાતિ ઉદઘાટન કાર્યક્રમ 23મી ફેબ્રુઆરીના રોજ સાંજે મોટેરા સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં યોજાશે. . ઉદઘાટન કાર્યક્રમ અને મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે એવી પૂરી શક્યતાઓ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
3. ગાંધીનગરનાં પ્રેમીપંખીડાં ભાગીને અમદાવાદ આવ્યાં, સગીરાના પરિવારે યુવકનું અપહરણ કરી ફાગવેલ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધો
ગાંધીનગર જિલ્લાના વલાદ ગામમાં રહેતા યુવકને ગામની જ સગીરા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમીપંખીડાં અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફરતાં હોવાની જાણ સગીરાનાં પરિવારજનોને થતાં જ તેમણે યુવકનું ઇકો ગાડીમાં અપહરણ કરી લીધું અને ફાગવેલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં તેને નાખી દીધો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. કૃષ્ણનગર પોલીસે કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે યુવકની કેનાલમાં તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર
4. અમદાવાદમાં કોંગ્રેસે ચૂંટણી પ્રચાર અને રાત્રિ બેઠકમાં ‘હેલ્ધી’ કમ્પેઈન કરી પ્રભારીના ફોટો સાથે સેનિટાઈઝરની બોટલો વહેંચી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. જેમાં બંને મુખ્ય પક્ષો સહિત અન્ય પક્ષોએ પણ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે શહેરમાં અવનવી રીતે પ્રચાર થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પ્રચારની એક નવી જ રીત શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં‘હેલ્ધી’ કમ્પેઈન કરીને શહેરમાં કોંગ્રેસના આગેવાનોએ પ્રચાર દરમિયાન સેનિટાઈઝરની બોટલો પણ વહેંચી રહ્યાં છે તથા રાત્રિ બેઠકમાં નાસ્તાની જ્યાફત પણ કરી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર
5. સુરતમાં આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે, પ્રચારસભામાં ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન
સુરત શહેરના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું કે, હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે.
વાંચો સમાચાર વિગતવાર
6. અમદાવાદમાં ગુરુકુળ રોડ સ્થિત હોટલ દેવભવનમાં ભાવનગરના વૃદ્ધે હાથની નસ કાપી આપઘાત કર્યો
અમદાવાદમાં ગુરુકુળ રોડ પર સ્થિત દેવભવન હોટલમાં મૂળ ભાવનગરના રહેવાસી વૃદ્ધે આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ ઘટનાની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ દરમિયાન હોટલના રૂમનો દરવાજો તોડીને જોયું તો અંદર લોહીલુહાણ હાલતમાં વૃદ્ધ જમીન પર પડ્યા હતા. 60 વર્ષીય વિજય ગોરડિયા શુક્રવારે સાંજે 6 વાગ્યે હોટલમાં રોકાયા હતા. શનિવારે સવારે જ્યારે ચેક આઉટ માટે હોટલ-સ્ટાફે દરવાજો ખખડાવ્યો ત્યારે તેમણે દરવાજો ખોલ્યો નહોતો.
વાંચો સમાચાર વિગતવાર
7. હડતાળનો અંત:કામગીરીથી અળગા રહેલા SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની માગણીઓ સંતોષાતા હડતાળ સમેટાઈ,બપોર બાદ ફરજ પર હાજર થયા
SVPમાં મા કાર્ડની સેવા ચાલુ ન કરાતા રેસિડન્ટ ડૉક્ટરોએ શુક્રવારે બપોરે અચાનક હડતાળ પાડી હતી. આજે ICU ડ્યુટી તેમજ ઈન્ડોર ICU દર્દીઓ કે જેમની સારવાર રેસિડેન્ટ ડોક્ટરો કરતા હતા તે પણ બંધ કરી દેવાઈ હતી. જ્યાં સુધી રસીકરણ કામમાંથી મુક્તિ તેમજ માં કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો કામથી અળગા રહેશે તેવી માંગ સાથે તેમણે હળતાળ શરૂ કરી હતી. પરંતુ તંત્રની સમજાવટ અને તેમની માંગો સંતોષાતા તેમણે શનિવારે બપોરે જ હડતાળ સમેટી લીધી હતી અને બપોર બાદ ફરીવાર પોતાની ફરજ પર હાજર થઈ ગયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર
8. રાજ્યમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે, હાજરી સ્વૈચ્છિક, પરંતુ વાલીનો સંમતિપત્ર ફરજિયાત
રાજ્યમાં આગામી ગુરૂવાર તારીખ 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6થી 8ના વર્ગખંડોમાં પુનઃ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓના ધોરણ 6થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે, તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે.
વાંચો સમાચાર વિગતવાર
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.