• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • From Today, Booster Doses Will Be Given To Health Workers And Senior Citizens From 80 Urban Health Centers And 20 Government Hospitals In Ahmedabad.

અમદાવાદ પ્રિકોશન ડોઝ:SVP હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હું સતત 8 કલાક ICUમાં કોરોનાની સારવાર કરતો હતો, મને વેક્સિનના બંને ડોઝ લીધા પછી કોઈ તકલીફ નથી

અમદાવાદ5 મહિનો પહેલા
અમદાવાદમાં હેલ્થ વર્કર અને સિનિયર સિટિઝનોને રસી અપાઈ
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અઢી લાખથી વધુ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર છે
  • મ્યુનિસિપલ કમિશ્નરે વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી

રાજ્યમાં કોરોનાના કેસ વધતા 15 થી 18 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવામાં આવી હતી.હવે ઉંમરલાયક લોકો કોરોનાથી સંક્રમિત ના થાય તે માટે આજથી 2 ડોઝ લીધા હોય તેમને ત્રીજો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. હેલ્થ વર્કર,તબીબો અને સિનિયર સિટીઝનને આજથી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર દ્વારા પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના મેડિકલ,પેરામેડિકલ સ્ટાફને આજથી વેક્સિનનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને વેક્સિન લેનાર ફ્રન્ટ લાઈન વોરિયર્સને નિમિષાબેન સુથાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કમિશ્નરે વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી
અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર, પેરામેડીકલ સ્ટાફને પણ વેકસીનનો પ્રિકોશન ડોઝ આજે સવારથી આપવાના શરૂ કર્યા છે. IAS ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) પ્રવીણ ચૌધરીએ પણ આજે પ્રિકોશન ડોઝ લીધો હતો. તમામ ડોકટર, ઇન્ટર્ન ડૉક્ટર્સ, રેસિડેન્ટ ડોકટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફને સોશિયલ ડિસ્ટનસ સાથે વેક્સિન આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ SVP હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરી હતી. SVP હોસ્પિટલમાં પ્રિકોશન ડોઝ લેનાર ડો. વિકાસે આ મામલે જણાવ્યું હતું કે આજે પ્રિકોશન ડોઝ લીધો છે. હું સતત 8 કલાક ICUમાં કોરોનાની સારવાર કરતો હતો. મેં વેકસીનેશનના બંને ડોઝ લીધા હતા. જેના કારણે મને તકલીફ પડી નથી અને મને કોરોના પણ થયો નથી.

પ્રથમ દિવસે 20 હજાર બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ
નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે હાલમાં વેક્સિનનો જથ્થો પૂરતો છે.અત્યારે 6 લાખ જેટલો વેક્સિનનો જથ્થો છે અને આજે કેન્દ્રમાંથી પણ વેક્સિનનો જથ્થો ગુજરાતને મળવાનો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અઢી લાખથી વધુ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર છે. શહેરના 80 અર્બન હેલ્થ સેન્ટર અને 20 સરકારી હોસ્પિટલ પરથી બુસ્ટર ડોઝ અપાશે. સોમવારે પ્રથમ દિવસે 20 હજાર બુસ્ટર ડોઝ આપવાનો અંદાજ રાખ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે અંદાજે 3 લાખ બુસ્ટર ડોઝ છે. અમદાવાદ જિલ્લામાં 9882 ફ્રન્ટલાઇન વર્કર અને 5894 હેલ્થ લાઇન વર્કર મળી અંદાજે 15,776 લોકો બુસ્ટર ડોઝ માટે સક્ષમ છે. તમામને અગાઉ તેમણે જે રસી લીધી છે તેનો જ બુસ્ટર ડોઝ અપાશે.

સિનિયર સિટિઝનોને આજે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો
સિનિયર સિટિઝનોને આજે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો

સોલા સિવિલમાં પણ રસીકરણ હાથ ધરાયું
આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. સવારથી ડોકટર, પેરામેડિકલ સીનીયર સીટીઝન જેઓએ વેકસીનના બે ડોઝ લઈ લીધા છે તેઓ આજે પ્રિકોશન ડોઝ લેવા માટે આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. સોલા વિસ્તારમાં ગણેશ ધામ બંગ્લોઝમાં રહેતા 74 વર્ષીય નિવૃત શિક્ષક ચારુલતાબેન પટેલે તેમના પતિ અમૃતલાલ પટેલ સાથે પ્રિકોશન ડોઝ લીધો હતો. મેં આજે પ્રિકોશન ડોઝ લીધો છે અને બીજાએ પણ આ ડોઝ લેવો જોઈએ, હવે હું સુરક્ષિત છું એમ એક સિનિયર સિટીઝને જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોલા સિવિલથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદમાં સોલા સિવિલ ખાતે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરાવ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં રસીકરણ આગળ વધી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. ત્યારે રાહતની વાત એ છે કે વેન્ટિલેટર પર ઓછા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. વેન્ટિલેટર અને ઓક્સિજન ઓનલાઈ મળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં પ્લાન્ટ નથી ત્યાં બોટલ દ્વારા ઓક્સિજન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. આજે 60 વર્ષથી વધુ વયના ધરાવતા વયસ્કો સહિત હેલ્થ વર્કરના રસીકરણનો આરભ થયો છે. 90 ટકા સેકન્ડ ડોઝ અપાઈ ગયો છે. 35 લાખ તરૂણોમાંથી 20 લાખ તરુણોનું વેક્સિનેશન પુરૂ થયું છે.

આજે રાજ્યમાં ખૂબ ઓછા દર્દીઓ સારવાર હેઠળ છે. કેસો જરૂર વધ્યાં છે પરંતુ સ્થિતિ હજી નિયંત્રણમાં છે. રાજ્યમાં એક લાખ જેટલા બેડ ઉપલબ્ધ છે. કોઈએ ડરવાની જરૂર છે. દુનિયા ચોથી અને પાંચમી લહેરમાં છે. આપણે ત્રીજી લહેર તરફ છીએ. કોરોનાના કેસો જેવી રીતે ઝડપથી વધશે એવી રીતે જ ઝડપથી ઘટશે. આપણે અગાઉ પરિસ્થિતિ સુધરતા SOP ભૂલ્યાં હતાં. આપણે સામાજિક, ધાર્મિક અને રાજકિય મેળાવડામાં જવાનું ટાળીએ એ જરૂરી છે.

સોલા સિવિલમાં સિનિયર સિટિઝનોને બુસ્ટર ડોઝ અપાયો હતો
સોલા સિવિલમાં સિનિયર સિટિઝનોને બુસ્ટર ડોઝ અપાયો હતો

ત્રીજો ડોઝ લીધા પછી હું મારી જાતને ખૂબ જ સુરક્ષિત માનું છું
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રિકોશન ડોઝ ચોક્કસ લેવો જોઈએ આ ત્રીજો ડોઝ લીધા પછી હું મારી જાતને ખૂબ જ સુરક્ષિત માની રહી છું હું બીજા લોકોને પણ આ રિપોર્ટ ડોઝ લેવા માટે સલાહ આપો છો પહેલા અને બીજા ડોઝથી આપણે સુરક્ષિત રહ્યા છીએ ત્યારે ત્રીજી લહેર અને ઓમીક્રોન જેવા વેરિયન્ટથી સુરક્ષિત રહેવા વેકસીનનો ત્રીજો ડોઝ ચોક્કસ લેવો જોઈએ. સોલા વિસ્તારમાં હરિવિલા બંગલોઝમાં રહેતા 61 વર્ષીય સવિતાબેન વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે મેં ત્રીજો ડોઝ લીધો છે અને હું સુરક્ષિત છું. બીજા લોકોએ ચોક્કસ પ્રિકોશન ડોઝ લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...